શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (12:48 IST)

કર્ણાટક વિધાનસભામાં શરમજનક નિવેદન - કોંગ્રેસ ધારાસભ્યએ અધ્યક્ષની તુલના રેપ પીડિત સાથે કરી, કહ્યુ - દુષ્કર્મ થવાનુ જ છે તો સૂઈ જાવ અને આનંદ ઉઠાવો

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારે મહિલાઓને લઈને ખૂબ જ શરમજનક નિવેદન આપ્યુ છે. ગુરૂવારે વિધાનસભામાં કુમારે કહ્યુ કે એક કહેવત છે કે જ્યારે રેપ થવાનો જ છે તો સૂઈ જાવ અને તેનો આનંદ ઉઠાવો. કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આ નિવેદન પર કોઈ એક્શન લેવાને બદલે હસી પડ્યા. 

 
ખેડૂતો પર ચર્ચાનો સમય માંગી રહ્યા હતા  MLA
 
રમેશ કુમારનુ આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે વિધાનસભામાં  MLA ખેડૂત મુદ્દા પર વાત કરવા માટે સ્પીકર પાસે સમય માંગી રહ્યા હતા. સ્પીકર વિશ્વેશ્વરા હેગડે કાગેરીએ સવાલ કર્યો કે જો બધાને સમય આપીશુ તો સત્ર કેવી રીતે પુરુ થશે. ત્યારબાદ તેમણે કહ્યુ, જે પણ તમે લોકો નક્કી કરશો હુ હા કરી દઈશ.  હુ વિચારી રહ્યો છુ કે આપણે બધાએ આ પરિસ્થિતિનો આનંદ લેવો જોઈએ. હુ આ સિસ્ટમને કંટ્રોક કે રેગુલેટ નથી કરી શકતો. મારી ચિંતા બસ એ છે કે સદનની કાર્યવાહી પુરી થવી જોઈએ. 
 
સ્પીકરને કહ્યું - તમે મજા કરો
 
સ્પીકરે આટલું કહ્યા બાદ રમેશ કુમારે તેની બળાત્કાર પીડિતા સાથે તુલના કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને સ્પીકરને કહ્યું કે તમારી સ્થિતિ પણ આવી જ છે, તો મજા કરો. તેમના નિવેદન પર સ્પીકર સહિત ઘણા સભ્યો હસી પડ્યા હતા.।
 
વિવાદ વધ્યો તો નિવેદન બદલ માફી માંગી
 
કર્ણાટક વિધાનસભામાં આપવામાં આવેલા ધારાસભ્ય રમેશ કુમારના નિવેદનની ચારેબાજુ ટીકા થઈ હતી ત્યારે તેમણે માફી માંગી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'હું વિધાનસભામાં રેપ પરના મારા નિવેદન માટે માફી માંગુ છું. માત્ર મનોરંજન માટે આવા ગંભીર ગુનાનો ઉલ્લેખ કરવાનો મારો આશય નહોતો. આગળ જતા મારા શબ્દો પસંદ કરતી વખતે હું સાવચેત રહીશ
 
રાજ્ય ગૃહમંત્રી પણ આપી ચુક્યા છે વિવાદિત નિવેદન 
 
મૈસૂરના ચામુંડી હિલ્સ વિસ્તારમાં ઓગસ્ટમાં થયેલા રેપ કેસએ આખા રાજ્યને હલાવીને મુક્યુ હતુ. ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ નિવેદન આપ્યુ હતુ કે મહિલા અને તેના પુરૂષ મિત્રને એકલા સુમસામ સ્થાને ન જવુ જોઈએ. તેમના  નિવેદનની ખૂબ આલોચના થઈ હતી. ત્યારબાદ તેમણે કહ્યુ હતુ કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ મુદ્દા પર તેમને ઘેરીને તેમનો રેપ કરવાનો પ્રયાસ કરી રહી છે.  આલોચના પછી તેમણે પોતાનુ નિવેદન પરત લીધુ હતુ.