રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 9 ઑક્ટોબર 2021 (09:07 IST)

કુંદૂજમાં જુમ્માની નમાજ વખતે મસ્જિદ પર આત્મઘાતી હુમલો, 100થી વધુના મોત

અફઘાનિસ્તાનના કુંદૂજ પ્રાંતમાં એક શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે  જેમાં 100 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 25 ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. કુંદુઝના નાયબ પોલીસ પ્રમુખ મોહમ્મદ ઓબૈદાએ જણાવ્યું કે મસ્જિદમાં હાજર રહેલા મોટા ભાગના લોકો માર્યા ગયા છે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ  આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 100  લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે.
 
શિયા સમુદાયની મસ્જિદમાં નમાજ વખતે જ હુમલો કરવામાં આવ્યો
 
શિયા સમુદાયની મસ્જિદમાં નમાજ વખતે જ હુમલો કરવામાં આવ્યો
 
બીબીસી સંવાદદાતા મહફૂઝ ઝુબૈદ અનુસાર આ હુમલામાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.
 
સમાચાર સંસ્થા એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
 
સમાચાર સંસ્થા રૉયટર્સ સાથે વાત કરતાં એક તાલિબાની અધિકારીએ કહ્યું કે આ હુમલામાં કમ સે કમ 28 લોકો મૃત્યુ પામ્યાં છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ઘટનાસ્થળના વીડિયોમાં મૃતદેહો અને કાટમાળ વિખરાયેલા જોઈ શકાય છે.
 
કુંદૂજ સેન્ટ્રલ હૉસ્પિટલના એક ડૉક્ટરે પોતાનું નામ ન આપવાની શરતે એએફપીને કહ્યું કે "અત્યાર સુધી અમારી હૉસ્પિટલમાં 35 મૃતદેહો અને અને 50થી ઘાયલ લોકોને લાવવામાં આવ્યા છે."
 
એમએસએફના એક ડૉક્ટરે એજન્સી આગળ હૉસ્પિટલમાં 15 મૃતદેહો હોવાની પુષ્ટિ કરી છે.
 
સ્થાનિક અધિકારીઓએ ટોલો ન્યૂઝને કહ્યું કે હુમલો થયો એ સમયે 300થી વધારે લોકો મસ્જિદમાં હતા.
 
અત્યાર સુધી કોઈ પણ ચરમપંથી સમુદાય આ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે, બીબીસીના પાકિસ્તાન સંવાદદાતા સિકંદર કિરમાણીનું આકલન છે કે આ હુમલાની પેટર્ન ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન પાંખ તરફ ઇશારો કરે છે જે પહેલાંથી લઘુમતી શિયાઓને નિશાન બનાવતું આવ્યું છે.
 
શિયા સમુદાયના લોકો જ્યારે શુક્રવારની નમાજ પઢી રહ્યાં હતા એ વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં અનેક ચરમપંથી હુમલાઓ થયા છે.
 
થોડાં દિવસ પહેલાં કાબુલમાં એક મસ્જિદમાં પ્રાર્થનાસભાને નિશાન બનાવવામાં આવી હતી. અત્યાર સુધી અનેક હુમલાઓની જવાબદારી સુન્ની ચરમપંથી સમૂહ ઇસ્લામિક સ્ટેટે લીધી છે.
 
અમેરિકા સહિત વિદેશી સેનાઓની પરત ફરતાં તાલિબાને આ વર્ષે ઑગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો.
 
હાલ અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર બનેલી છે. તાલિબાન સામે સૌથી મોટો પડકાર સુરક્ષાનો છે.
 
તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટર પર લખ્યું "આજે અમારા શિયા ભાઈઓની મસ્જિદ પર હુમલો થયો છે અને તેના કારણે અમારા અનેક શિયા ભાઈઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે."