ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (13:31 IST)

Shradh paksh 2019- 13 સપ્ટેમ્બરથી પિતૃપક્ષનો આરંભ, જાણો તિથિ અને શ્રાદ્ધનું મૂહૂર્ત

ભાદરવી પૂનમ સાથે જ શુક્રવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. 
ઘણી વાર મૃત્યુતિથિ અને મહિનો બંનેનો ખ્યાલ ન હોય તો મહા અથવા માગસર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જોઇએ. ઘણીવાર આકસ્મિક મૃત્યુને કારણે નિશ્ચિત મૃત્યુતિથિ વિષે અજાણ હોવ તો મૃત્યુની બાતમી મળી તે દિવસે સ્વર્ગસ્થ સ્વજનનું શ્રાદ્ધ કરી શકાય છે. શાસ્ત્રવિદેના મતે ઘરમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો તીર્થની 
તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
શ્રાદ્ધ દરમિયાન સ્વચ્છ વાસણ-વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધમાં પિતરોને નૈવેધ ધરાવીને તેમને સંતુષ્ટ કરવા માટે મિષ્ટાન તરીકે ચોખાની ખીર બનાવવામાં આવે છે. ખીરમાં ઉપયોગ લેવામાં આવેલા ઘટકોમાં શાકર મધુર રસની દર્શક, દૂધ ચૈતન્યનો સ્ત્રોત તેમજ ચોખા સર્વસમાવેશક તરીકે 
ઉપયોગમાં લેવાય છે.  વાયુમંડળ શુદ્ધ થઇને પિતરોને શ્રાદ્ધસ્થાને પ્રવેશ કરવામાં સરળતા રહે તેના માટે શ્રાદ્ધમાં ભાંગરો-તુલસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આવો આપણે અહીં કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તે બાબત વિગતે જોઇએ. હા એક વાત વિશેષ અહીં કહું કે શ્રાદ્ધની ક્રિયા બપોરના 12-૦૦થી 1.15 વાગ્યા સુધીમાં કરવાથી તેનું શ્રેષ્ઠ ફળ જે તે જીવને પ્રાપ્ત થાય છે.
 
પિતૃઓનું શ્રાદ્ધ ક્યારે કરવું?
શ્રાદ્ધ પક્ષ 2019ની તારીખો:                                   
શ્રાદ્ધ પૂર્ણિમા  શુક્રવાર  13 સપ્ટેમ્બર             પૂર્ણિમાનો શ્રાદ્ધ 
ભાદરવા વદ એકમ               શનિવાર 14 સપ્ટેમ્બર              એકમનું શ્રાદ્ધ
ભાદરવા વદ બીજ                રવિવાર 15 સપ્ટેમ્બર              બીજનું શ્રાદ્ધ
ખાલી દિવસ                      સોમવાર 16 સપ્ટેમ્બર             ખાલી દિવસ
ભાદરવા વદ ત્રીજ                મંગળવાર 17 સપ્ટેમ્બર            ત્રીજનું શ્રાદ્ધ
ભાદરવા વદ ચોથ                બુધવાર 18 સપ્ટેમ્બર              ચોથનું શ્રાદ્ધ
ભાદરવા વદ પંચમી             ગુરૂવાર 19 સપ્ટેમ્બર               પાંચમનું શ્રાદ્ધ
ભાદરવા વદ છઠ્ઠ                 શુક્રવાર 20 સપ્ટેમ્બર               છઠ્ઠનું શ્રાદ્ધ
ભાદરવા વદ સાતમ              શનિવાર 21 સપ્ટેમ્બર              સાતમનું શ્રાદ્ધ
ભાદરવા વદ આઠમ              રવિવાર 22 સપ્ટેમ્બર               આઠમનું શ્રાદ્ધ
ભાદરવા વદ નોમ                સોમવાર 23 સપ્ટેમ્બર              નોમનું શ્રાદ્ધ
ભાદરવા વદ દશમ                મંગળવાર 24 સપ્ટેમ્બર           દશમનું શ્રાદ્ધ
ભાદરવા વદ અગિયારસ-બારસ   બુધવાર 25 સપ્ટેમ્બર         અગિયારસ-બારસનું શ્રાદ્ધ
ભાદરવા વદ તેરસ                ગુરૂવાર 26 સપ્ટેમ્બર              તેરસનું શ્રાદ્ધ
ભાદરવા વદ ચૌદશ               શુક્રવાર 27 સપ્ટેમ્બર               ચૌદશનું શ્રાદ્ધ
ભાદરવા વદ અમાસ               શનીવાર 28 સપ્ટેમ્બર             સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ