રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (10:37 IST)

ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં માંચેસ્ટર યુનાઈટેડનો વેસ્ટ હામ સામે ૨-૧થી વિજય

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને જેસ્સે લિન્ગાર્ડના ગોલને સહારે માંચેસ્ટર યુનાઈટેડે વેસ્ટ હામ સામેની ઈપીએલની મેચમાં ૨-૧થી વિજય મેળવ્યો હતો. વેસ્ટ હામે સાઈદ બેર્નાહમાના ગોલને સહારે અડધા કલાકના મુકાબલા બાદ જ જીત હાંસલ કરી હતી. જોકે, તેની પાંચ મિનિટ બાદ રોનાલ્ડોએ યુનાઈટેડને બરોબરી અપાવી હતી.મેચ પુરી થવાની બે મિનિટની વાર હતી, ત્યારે લિન્ગાર્ડે ગોલ ફટકારતાં ટીમને ૨-૧થી જીત અપાવી હતી.
 
એસ્ટોન વિલાએ જોરદાર દેખાવ કરતા એવર્ટન સામે ૧૦ જ મીનીટમાં ત્રણ ગોલ ફટકારી દીધા હતા. જે ૬૬થી ૭૬ મીનીટમાં થયા હતા. માટ્ટી કેશ પછી એસ્ટોનના ડિગ્નેએ સેલ્ફ ગોલ કર્યો હતો. ત્રીજો ગોલ ૭૬મી મીનીટમાં સબસ્ટીટયુટ બેઇલીએ નોંધાવ્યો હતો.