ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 9 ઑક્ટોબર 2017 (15:32 IST)

અમદાવાદમાં બે મહિના માટે સુપર પ્રમિયમ લીગ -20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે , રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ

શહેરમાં આજથી સુપર પ્રિમિયમ લીગ - 20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. કુસ્તીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ધ ગ્રેટ ખલી દ્વારા ટુર્નામેન્ટની શરૂઆત કરાવવામાં આવી હતી. સાંજે 5 કલાકે એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપીના કેમ્પસમાં પ્રી-ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.

સુપર પ્રિમિયમ લીગ  20/20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમો રહેશે. દર રવિવારે 1 મેચ રમાશે.
સુપર પ્રમિયમ લીગના માલિક શ્રીજગદીશ મોટવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાના તથા ક્રિકેટ રસિકોના આનંદ માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. અમારી સમગ્ર ટીમ સુપર પ્રિમિયમ લીગની શરૂઆત કરવાથી ખુશ છીએ.  અમે દર વર્ષે ઓક્ટોબર થી ડિસેમ્બર એમ સતત બે મહિના સુધી સુપર પ્રમિયમ લીગનું આયોજન કરીએ છીએ. ક્રિકેટ ટીમોમાં રણજીત ટ્રોફીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષથી સતત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, આ લીગની શરૂઆત અગાઉ સિંધી પ્રિમિયર લીગના નામે કરવામાં આવી હતી. સિંધી પ્રિમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર અને ઉદ્દઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે નામાંકિત અભિનેતાશ્રી સુનિલ શેટ્ટી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે બોલિવુડના અભિનેતા અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહીને દર્શકોનો ઉત્સાહ વધાર્યો હતો.