શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 જૂન 2017 (14:10 IST)

પ્રેગનેંટ Serena Williams કરાવ્યુ ન્યૂડ ફોટોશુટ, બતાવ્યુ બેબી બંપ

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે વૈનિટી ફેયર મેગેઝીનના કવર પેજ પર તસ્વીર માટે ન્યૂડ પોઝ આપ્યો છે. તસ્વીરમાં સેરેના બેબી બંપ સાથે જોવા મળી છે.  સેરેનાના શરીર પર કોઈ કપડા નથી. તેણે પોતાના ડાબા જમણા હાથથી પોતાના સ્તન છુપાવી રાખ્યા છે.  ટેનિસ સ્ટારનો બેબી બંપ સંપૂર્ણ રીતે ઉભરાયેલો દેખાય રહ્યો છે. 
 
સેરેનાએ કહ્યુ કે તેણે પોતાના ગર્ભવતી હોવાની માહિતી જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજનના બે દિવસ પહેલા મળી. સેરેનાએ મેગેઝીનને જણાવ્યુ કે એકવાર ફરી તે પ્રેકટિસ કરતી વખતે જ્યા સુધી ટેનિસ કોર્ટના કિનારે બીમાર થઈ નહોતી ત્યા સુધી તેને કશુ જ ખબર નહોતુ. પણ તેની મિત્રએ શંકા બતાવી કે તે પ્રેગનેંટ હોઈ શકે છે અને તેણે ટેસ્ટ કરી લેવાની સલાહ આપી. 
ટેસ્ટ દરમિયાન જાણ થઈ કે તે પ્રેગનેંટ છે. જ્યારબાદ તેણે પ્રતિક્રિયા આપી એ ભગવાન આવુ નથી બની શકતુ. મને એક ટૂર્નામેંટ રમવાની છે. હુ ઓસ્ટ્રેલિયાઈ ઓપન કેવી રીતે રમીશ ? મે આ વર્ષે વિંબલડન જીતવાની યોજના બનાવી હતી. સ્રેનાના બાળકના પિતા રેડિટના કો-ફાઉંડર એલેક્સિમ ઓહાનિયન છે. જેમની સાથે સગાઈના સમાચાર પણ સેરેનાએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. ડિસેમ્બરમાં જ આ બંનેની સગાઈ થઈ હતી. 
 
ઉલ્લેખનીય છે કે સેરેના વિલિયમ્સે એવુ કહેતા ગર્ભવતી હોવાની વાત કરી છુપાવવા માંગી હતી પણ ભૂલથી સ્નૈપચેટ પર ફોટો શેયર થઈ ગઈ. પણ હવે એ જ સેરેના ઈંસ્ટાગ્રામ પર તસ્વીર પોસ્ટ કરી પોતાના ફેંસને મા બનતા પહેલા સતત અપડેટ કરી રહી છે. 
 
આ પણ એક ખૂબ મોટો સંયોગ છે જે જે દિવસે સેરેના વિલિયમ્સે પોતાની પ્રેગનેંસીના ન્યૂડ ફોટો શૂટ કરાવ્યો હતો એ દિવસે  તેમની મિત્ર કૈરોલીન વોજ્નિયાકીએ પણ ઈએસપીએનના કવર પેજ માટે પોતાનો ન્યૂડ ફોટો શૂટ કરાવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સેરેના વિલિયમ્સે કૈરોલીન વોજ્નિયાકીની પોતાની મંગેતર ગોલ્ફ સ્ટાર રોરી મૈક્લરોય સાથે લગ્નના થોડા સમય પહેલા જુદા થવાનુ દુખના સમયે સહાનૂભૂતિ બતાવી હતી.  સેરેનાએ ટ્વીટ કરી કહ્યુ હતુ. "વોજ્નિયાકીમાં હંમેશા તમારી સાથે ઉભી રહીશ. તમારી મિત્ર હંમેશા તમારી સાથે છે."