બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (08:43 IST)

Notebandhi and GST મામલામાં કોંગ્રેસ અને યશવંત સિન્હા પર ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનો પલટવાર

આર્થિક નીતિ પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ અને યશવંત સિન્હા પર ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ પલટવાર કર્યો છે. જેટલીએ નોટબંધી અને જીએસટીને ફાયદાકારક ગણાવતા કહ્યું કે, મોંઘવારીનો રેકોર્ડ સ્તર પર લઈ જનારા જ હવે સવાલો પૂછે છે. અર્થવ્યવસ્થાને લઈને સતત આલોચનાનો સામનો કરી રહેલા ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે નોટબંધી અને જીએસટી પર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો હતો આ મામલામાં યશવંત સિન્હાના પુત્ર અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા પણ કૂદી પડ્યા છે અને સરકારની આર્થિક નીતિઓનો જોરદાર બચાવ કર્યો છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જેટલીએ કહ્યું કે સિન્હા નીતીઓ સિવાય વ્યક્તિઓ પર ટિપ્પણી કરી રહ્યા છે.
 
તેમણે આરોપ લગાવ્યો કે યશવંત સિન્હા વરિષ્ઠ કોગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમની પાછળ પાછળ ચાલી રહ્યા છે. તેઓ ભૂલી ગયા છે કે કેવી રીતે તેઓ ક્યારેક એકબીજાના વિરોધ કરતા હતા. જો કે, જેટલીએ સીધું સિન્હાનું નામ નથી લીધું પણ કહ્યું કે, તેની પાસે પૂર્વ નાણામંત્રી હોવાનું સૌભાગ્ય નથી. ના તો તેની પાસે એવું પૂર્વમંત્રી હોવાનું સૌભાગ્ય છે જે આજે સ્તંભકાર બની ચુક્યા છે. તેમાં જેટલીએ ઉલ્લેખમાં પહેલા સિન્હા માટે અને બીજો ચિદંબરમ માટે હતું.
 
તેમણે કહ્યું કે, પૂર્વ નાણામંત્રી હોવાના નાતે હું સરળતાથી યૂપીએ બેમાં નીતિગત શિથિલતાને ભૂલી જતો. હું આસાનીથી 1991માં બચેલા ચાર અરબ ડૉલરને વિદેશી મુદ્રા ભંડારને ભૂલી જતો. હું અર્થઘટન કરી તેની વ્યાખ્યા બદલી દેતો. જેટલીએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણિઓ દ્વારા તે નૌકરી શોધી રહ્યા છે. માત્ર પાછળ પાછળ ચાલવાથી તથ્ય નહીં બદલાય.
 
તેમણે તેના પહેલા, અર્થ વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ માટે નાણામંત્રી અરૂણ જેટલી પર પ્રહાર કરતા રાજનિતિક તોફાન ઊભુ કરી ચુકેલા સિન્હાએ કહ્યું કે અર્થવ્યવસ્થાની હાલત પર ચર્ચા માટે તેમણે છેલ્લા એક વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મુલાકાત માટે સમય માંગ્યો હતો પરંતુ તેમને સમય નથી મળ્યો. ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા આજે પોતાના પાર્ટીના સહયોગી અને વરિષ્ઠ નેતા યશવંત સિંન્હાના સમર્થનમાં સામે આવ્યાં. તેમણે કહ્યું કે યશવંત સિન્હા ખરા અર્થમાં રાજનેતા છે અને તેમણે સરકારને અરીસો બતાવ્યો છે. બિહારથી સાંસદ શત્રુઘ્નના પોતાની પાર્ટી સાથે અનેક મુદ્દે મતભેદ પ્રવર્તે છે.