WORLD BADMINTON CHAMPIONSHIP-2022: જાણો વર્લ્ડ બૈડમિંટન ચેમ્પિયનશિપનુ આખુ શેડ્યુલ
WORLD BADMINTON CHAMPIONSHIP-2022: નુ આયોજન આ વખતે જાપાનમાં કરવામાં આવી રહ્યુ છે. ટૂર્નામેંટ 21થી 28 ઓગસ્ટ સુધી રમાશે. જો કે ભારતીય રમત પ્રેમીઓ માટે નિરાશાજનક એ છે કે સ્ટાર મહિલા બૈડમિંટન ખેલાડી પીવી સિંધૂએ આ ઈવેંટમાંથી નામ પરત લીધી છે. બીજી બાજુ કિદાંબી શ્રીકાંત સહિત લક્ષ્ય સેન જેવા ખેલાડીઓને એકવાર ફરી ટૂર્નામેંટમાં સારા પ્રદર્શનની આશા રહેશે. જો કે ભારતના ત્રણ મોટા પુરૂષ સિંગલ્સ ખેલાડી શ્રીકાંત, લક્ષ્ય અને એચએસ પ્રણય આ વખતે એક જ ડ્રો માં છે. તેથી ભારતનો રસ્તો આ વખતે ઈવેંટમાં થોડો મુશ્કેલીભર્યો રહી શકે છે. કારણ ક એ ત્રણ્યેમાંથી ફક્ત એક જ સેમીફાઈનલમાં સ્થાન બનાવી શકશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમં ભારતે અત્યાર સુધી 12 પદક પોતાને નામ કર્યા છે. તેમા એક ગોલ્ડ, 4 રજત અને 7 કાંસ્ય પદક સામેલ છે.
આ છે WORLD BADMINTON CHAMPIONSHIP-2022 નુ શેડ્યુલ
ઓગસ્ટ 22-23: પ્રથમ રાઉન્ડ
24 ઓગસ્ટ - બીજો રાઉન્ડ
25 ઓગસ્ટ - ત્રીજો રાઉન્ડ
26 ઓગસ્ટ - ક્વાર્ટર ફાઇનલ્સ
ઑગસ્ટ 27 - સેમિ-ફાઇનલ
ઓગસ્ટ 28 - ફાઈનલ
ભારતના આ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
પુરુષોની સિંગલ્સ
કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન, એસએસ પ્રણોય, સાઈ જુથિત
મહિલા સિંગલ્સ
સાયના નેહવાલ, માલવિકા બંસોડ
પુરુષોની ડબલ્સ
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી-ચિરાગ શેટ્ટી, ધ્રુવ કપિલા-અર્જુન એમઆર, મનુ અત્રી-સુમીથ રેડ્ડી, કૃષ્ણ પ્રસાદ-વિષ્ણુવર્ધન ગૌડ
મહિલા ડબલ્સ
ટ્રેસા જોલી-ગાયત્રી ગોપીચંદ, અશ્વિની પોનપ્પા-સિક્કી રેડ્ડી, પૂજા દાંડુ-સંજના સંતોષ, અશ્વિની ભટ-શિખા ગૌતમ