શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (14:56 IST)

World Badminton Championship - પીવી સિંધૂ વગર ભારતને રમવી પડશે વિશ્વ બૈડમિંટન ચેમ્પિયનશિપ

બૈડમિંટને પુરૂષ ખેલાડીઓને ભલે જ થૉમસ કપ અને પછી કૉમનવેલ્થ રમતમાં સુવર્ણ પદકોનો વરસાદ કરી દીધો હોય પણ મહિલા વર્ગમાં ભારત ને પીવી સિંધૂના વગર જ રમવુ પડશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને ભારતની ટોચની બૈડમિંટન ખેલાડી પુરસલા વેંકટ સિંધૂ જમણા પગમાં સ્ટ્રેસ ફેક્ચર થવાને કારણે વિશ્વ બૈડમિંટન ચૈપિયનશિપમાંથી બહાર થઈ ગઈ હતી. 
 
ઘાયલ થવા છતા જીત્યો હતો ગોલ્ડ મેડલ 
 
ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે સ્પોર્ટસ્ટારે શનિવારે રજુ કરેલી રિપોર્ટમાં સિંધૂના પિતા પીવી રમનના હવાલેથી કહ્યુ કે બે વારની ઓલંપિક મેડલિસ્ટને બર્મિધમ રાષ્ટ્રમંડળ રમતના ક્વાર્ટર ફાઈનલમાં વાગ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે સિંધૂને વાગ્યુ હોવા છતા તે રમત રમી અને તેણે રાષ્ટ્રમંડળમા ગોલ્ડ જીત્યો. 
 
27 વર્ષીય સિંધૂએ વિશ્વ ચેમ્પિયનશિપમાં એક સુવર્ણ સહિત પાંચ પદક જીત્યા છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. "સિંગાપોર ઓપન અને કોમનવેલ્થ ગેમ્સ જીત્યા પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ ચૂકી જવું નિરાશાજનક છે, પરંતુ આ બધી બાબતો આપણા હાથમાં નથી," રમને સ્પોર્ટસ્ટારને કહ્યું."અમારું ધ્યાન તેની પુનઃપ્રાપ્તિ પર રહેશે, અને અમે ઓક્ટોબરમાં ડેનમાર્ક અને પેરિસ ઓપનને લક્ષ્ય બનાવીશું," 
 
ઉલ્લેખનીય છે કે સિંધુએ તાજેતરમાં જ મહિલા સિંગલ્સમાં પોતાનો પહેલો કોમનવેલ્થ ગોલ્ડ જીત્યો હતો. અગાઉ તેણે 2014 (બ્રોન્ઝ) અને 2018 (સિલ્વર)માં પણ મેડલ જીત્યા હતા. 
 
પીવી સિંધુ જે લયમાં ચાલી રહી હતી તેની સાથે ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ આવે તેવું લાગી રહ્યું હતું. પીવી સિંધુ બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સની ટીમ સ્પર્ધાની ફાઇનલમાં પોતાની મેચ જીતનારી એકમાત્ર ભારતીય હતી. તમામ પુરૂષ ખેલાડીઓ ભલે તે શ્રીકાંત હોય કે એફ.