શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (12:47 IST)

શ્રીદેવીને પુત્રી Janhviને લઈને એક જ ચિંતા સતાવતી હતી...આપી હતી આ સલાહ

બોલીવુડની ચાંદની, રૂપ કી રાની એ ફિલ્મ જગતને શનિવારે રાત્રે અલવિદા કહી દીધુ. હાર્ટ એટેક આવતા તેમનુ મોત દુબઈમાં થઈ ગયુ.  આ સાથે જ શ્રીદેવીના દિલનું એક સપનુ પણ અધુરુ રહી ગયુ. 
 
શ્રીદેવીનુ સપનુ હતુ પુત્રી જાહ્નવીને મોટા પડદાં પર ડેબ્યૂ કરતા જોવાનુ. જાહ્નવી ઘડક ફિલ્મ સાથે બોલીવુડમાં કેરિયર શરૂ કરવા જઈ રહી છે. તેની તુલના પહેલાથી જ શ્રીદેવી સાથે શરૂ થઈ ચુકી છે. 
થોડા દિવસ પહેલા એક ઈંટરવ્યુમાં પુત્રીના કેરિયરન અને તુલના કરવા પર શ્રીદેવીએ ખુલ્લા દિલે વાતચીત કરી હતી. તેણે કહ્યુ કે આ અહેસાસ મને ડરાવે છે. જ્યારે લોકો મારા સ્ટારડમ સાથે પુત્રીની તુલના કરે છે. પણ હુ જાણુ છુ આ બધુ થવાનુ છે. આ માટે હુ ખુદને અને જાહ્નવીને બંનેને તૈયાર કરવામાં લાગી છુ. 
 
પોતાની પુત્રીને હંમેશા હુ આ જ સલાહ આપુ છુ કે તમે એક્ટિંગને કેરિયર પસંદ કરો કે પછી કોઈ અન્ય પ્રોફેશનને તમે ખુદ માટે પસંદ કરો. સૌથી વધુ જરૂરી છે હાર્ડવર્ક કરવુ. જાહ્નવીને મારી આ જ સલાહ છે કે જે પણ કરો બસ પોતાનુ 100 ટકા આપો. 
ઈંડસ્ટ્રીમાં આવીને તેણે દરેક પ્રકારનુ પ્રેશર જોવુ પડશે. વાત જો સપોર્ટ કરવાની છે તો હુ જાહ્નવીને હંમેશા એ જ રીતે સપોર્ટ કરીશ જે રીતે મારી માતાએ મને કર્યો. 
 
શ્રીદેવીએ વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે મારુ બૈકગ્રાઉંડ ફિલ્મી નહોતુ. છતા પણ અહી આવીને મે બધી વસ્તુઓ મારી માતાના સપોર્ટ સાથે જ પુર્ણ કરી. 
 
મારા માતા હંમેશા મારી સાથે ઉભી રહી. તેમણે મારે માટે દરેક લડાઈ લદી. એ બસ એ જ ઈચ્છતી હતી કે હુ હંમેશા ખુશ રહુ.  ઠીક એ જ રીતે હુ જાહ્નવી માટે વિચારુ છુ. તેની ખુશી મારે માટે સૌ પહેલા છે.