રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (09:42 IST)

Ganesh Chaturthi 2019: ક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Ganesh Chaturthi 2019 ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.  આ વખતે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર સોમવારે છે. 
 
ગણેશ ચતુર્થી પૂજન મુહુર્ત - ગણેશ પૂજન માટે મુહુર્ત - બપોરે 11.04 વાગ્યાથી 1.37 વાગ્યા સુધી લગભગ 2 કલાક 32 મિનિટનો સમય છે. 
 
જાણો શુ ગણેશ ચતુર્થીનું મહત્વ 
 
ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો. 
 
- ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લપક્ષની ચતુર્થીના રોજ સોમવારના દિવસે મધ્યાહ્ન કાળમાં  સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. તેથી મધ્યાહ્ન કાળમાં જ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. 
 
- ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનીને વિદ્યા બુદ્ધિના પ્રદાતા, વિઘ્ન-વિનાશક, મંગળકારી કહેવામાં આવે છે. દરેક મહિને કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત કરવામા6 આવે છે. પણ આ ગણેશ ચતુર્થી વ્રત આ બધામાં સૌથી ઉત્તમ હોય છે. 
 
- મહારાષ્ટ્રમાં આ તહેવાર ગણેશોત્સવના રૂપમાં ઉજવાય છે. આ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે.  આ દરમિયાન ગણેશજીને ભવ્ય રૂપથી સજાવીને તેમની પૂજા કરવામાં આવે છે.  લોકો પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરે છે.