1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. મિઠાઈ
  4. sugar syrup

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

sugar syrup

બનાવવાની રીત:

1. ખાંડ ઓગાળવી: એક ઊંડા નોન-સ્ટીક પેન અથવા તપેલીમાં ખાંડ અને પાણી લો.
2. ઉકાળવું: તેને ગેસ પરધ્યમ આંચે મૂકો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
3. સાફ કરવી (જરૂર હોય તો): જો ચાસણીમાં મેલ કે કચરો દેખાય, તો તેમાં ૧-૨ ચમચી દૂધ અથવા એક ચપટી ફટકડી નાખી શકો છો, જેથી કચરો ઉપર આવી જાય અને તેને ગરણીથી ગાળી શકાય.

ચાસણીના પ્રકાર (તાર મુજબ):

• એક તારની ચાસણી (ગુલાબજાંબુ કે માલપુવા માટે): ખાંડ ઓગળ્યા પછી ૨ થી ૩ મિનિટ ઉકાળો. આંગળી અને અંગૂઠાની વચ્ચે ચાસણી લઈને તપાસો; જો એક નાનો તાર બનતો દેખાય, તો એક તારની ચાસણી તૈયાર છે.
• બે તારની ચાસણી (જલેબી કે લડ્ડુ માટે): ખાંડ અને પાણીનું મિશ્રણ થોડું વધુ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં બે સ્પષ્ટ તાર બનતા જોવા મળશે.
આગળનો લેખ
ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?