બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 20 જુલાઈ 2021 (14:48 IST)

એક લાખ વિદ્યાર્થીઓને નોકરી મળશે, TCS, Infosys સહિત આ કંપનીઓમાં બમ્પર ભરતી

TCS, Infosys સહિત આ કંપનીઓમાં બમ્પર ભરતી- કોરોનાની પ્રથમ, બીજી લહેર પછી પછી ત્રીજી લહેરની શકયતાઓને ધ્યાનમાં રાખીને, યુવાવર્ગ તેમના રોજગારને લઈને ચિંતિત હતા, પરંતુ હવે ઉચ્ચ તકનીકી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. ભારતની ટોચની માહિતી ટેકનોલોજી સેવાઓ પૂરી પાડતી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ઇન્ફોસિસ અને વિપ્રોએ ચાલુ વર્ષે કેમ્પસ અને અન્ય માધ્યમથી એક લાખ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી કરવાની જાહેરાત કરી છે. વર્તમાન વૈશ્વિક દૃશ્યને ધ્યાનમાં લેતા આ એક સારા સમાચાર છે. આ કંપનીઓ નવા વિદ્યાર્થીઓને તકો આપશે. જે વિદ્યાર્થીઓ તેમના ભાવિની ચિંતા કરે છે તેમના માટે આ રાહત સમાચાર છે. શૈક્ષણિક સંસ્થાઓને પણ આનો લાભ મળશે.
 
આ વર્ષે આઈટી સેક્ટરમાં દિગ્ગજ કંપનીઓની તરફથી 1.1 લાખ નવા ભરતીઓ જાહેર થઈ શકે છે. ઈન્ફોસિસ લગભગ 35000, વિપ્રો 12000, એચસીએલ 20000-22000 અને ટીસીએસ લગભગ 40000 નવી ભરતી બહાર પાડી શકે છે.