ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (16:43 IST)

Bajrang Punia બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત, ભારતને વધુ એક મેડલની આશા

બજરંગ પુનીયા સેમીફાઇનલમાં પહોંચ્યો, ક્વાર્ટરફાઇનલમાં ઇરાની રેસલરને હરાવ્યો હતો. બદજરંગ પાસે ભારતને મેડલને લઇને આશા છે, જે તે પુરી કરવા પુરી સક્ષમતા ધરાવે છે.
 
આ પહેલા બજરંગ પૂનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. બજરંગ પૂનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી અને મેચ 3-3થી ટાઈ થઈ. પરંતુ બજરંગ પૂનિયાએ બે પોઈન્ટનો દાવ લગાવ્યો અને તેની સાથે જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે.
 
ભારતીય રેસલર બજરંગ પુનીયા (Bajrang Punia) એ ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનના પહેલવાન સામે ટકકર કરી હતી. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ની સેમીફાઇનલમાં બજરંગ પુનીયાએ સ્થાન મેળવી લીધુ હતુ. પુનીયા રેસલીંગમાં ગોલ્ડ મેડલનો દાવેદાર શરુઆતથી માનવામાં આવી રહ્યો છે.  
તેણે 65 કિલો વજન કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઈરાનના મોર્ટેઝા ધિયાસીને પછાડીને જીત મેળવી છે.