ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (09:10 IST)

Tokyo Olympics Day 14 : બ્રિટનથી હારી ભારતીય મહિલા હોકી ટીમ, ચક દે ગર્લ્સનુ બ્રોન્જ જીતવાનુ સપનુ તૂટ્યુ

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોના 14મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમને ગ્રેટ બ્રિટન સામે એક બરાબરીની ટક્કરના મુકાબલામાં 3-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં ચૂકી ગઈ. હોકી ઉપરાંત સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ કુશ્તીમાં ઓલિમ્પિકમાં પોતાનું અભિયાન શરૂ કરશે.  સાથે જ ભારત એથ્લેટિક્સ અને ગોલ્ફમાં પણ સારું પ્રદર્શન કરે તેવી આશા રાખીએ. 


- બ્રિટને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 15 મિનિટની અંદર 2 ગોલ કરીને મેચ 4-3થી જીતી લીધી.
- ભારતીય ટીમ આ છેલ્લી સેકન્ડમાં મળેલી પેનલ્ટી કોર્નરનો  લાભ ન ઉઠાવી શકી. . ત્રીજા ક્વાર્ટરમાં સ્કોર 3-3ની બરાબરી પર હતો.
- બીજા ક્વાર્ટરમાં અને 4 મિનિટમાં જબરદસ્ત વાપસી કરી હતી અને 4 મિનિટની અંદર 3 ગોલ કર્યા. ગુરજીત કૌરે 25મી અને 26મી મિનિટમાં ગોલ કરીને પ્રથમ સ્કોરને 2-2થી બરાબરી કરી હતી. આ પછી વંદના કટારિયાએ 29મી મિનિટમાં ગોલ કરીને ટીમ ઇન્ડિયાને લીડ અપાવી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર સમાન રહ્યો.