શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શનિવાર, 31 જુલાઈ 2021 (17:09 IST)

ટોક્યો ઑલિમ્પિક : પીવી સિંધુ સેમિફાઇનલમાં હાર્યાં, કાંસ્ય પદક માટે રમશે હજી એક મૅચ

ભારતીય બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ શનિવારે ટોક્યો ઑલિમ્પિકમાં ચીની તાઇપે ખેલાડી તાઈ જૂ યિંગ સામે હારી ગયાં

આ મુકાબલામાં પ્રથમ સેટમાં પીવી સિંધુ 18-21થી હારી ગયાં હતાં.

મૅચની શરૂઆતમાં સિધું ચીની તાઇપે ખેલાડી પર ભારે પડતાં દેખાયાં. પરંતુ ધીમેધીમે તાઈ જૂ યિંગે સારું પ્રદર્શન કર્યું અને સિંધુને હરાવી દીધાં.

ત્યાર બાદ બીજા સેટમાં પીવી સિંધુ 6-10થી પાછળ થઈ ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે તાઈ ઝુ ને પીવી સિંધુ માટે સૌથી મોટો પડકાર હતો. કારણ કે આ મેચ પહેલા તેણીએ સિંધુને 13 મેચમાં હરાવી હતી અને તે માત્ર 7 મેચમાં હારી  હતી. સિંધુ છેલ્લી ત્રણ મેચમાં તાઈ ઝુ સામે હારી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વની નંબર વન ખેલાડી તાઈ ઝુ એ  પીવી સિંધુનો સૌથી મોટો પડકાર માનવામાં આવતો હતો. કારણ કે આ મેચ પહેલા તેણીએ સિંધુને 13 મેચમાં હરાવી હતી અને તે માત્ર 7 મેચમાં હારી ગઈ હતી. સિંધુ છેલ્લી ત્રણ મેચમાં તાઈ ઝુ સામે હારી ગઈ હતી. જો કે, સિંધુ 2016 ની રિયો ઓલિમ્પિક્સ, 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2018 વર્લ્ડ ટૂર ફાઇનલ્સ જેવી મોટી ટુર્નામેન્ટમાં તાઇવાની શટલર ને હરાવવામાં સફળ રહી હતી. જો કે, સિંધુ ટોક્યોમાં આવું કરી શકી નહીં અને તાઈઝુ સામે તેને સતત ચોથી હાર મળી.

 
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુ 
 
ઉલ્લેખનીય છે કે સેમી ફાઈનલ મેચ પહેલા પીવી સિંધુએ સમગ્ર ટોક્યો ઓલિમ્પિકમાં એક પણ ગેમ હારી નહોતી. પીવી સિંધુએ પ્રથમ મેચમાં ઇઝરાયલની કેસેનિયાને 21-7, 21-10થી હરાવી હતી. બીજી મેચમાં સિંધુએ 21-9, 21-16થી જીત મેળવી હતી. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેણીએ 21-15, 21-13થી જીત મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેઓએ 21-13, 22-20થી જીત મેળવી હતી. પરંતુ પીવી સિંધુ સેમીફાઇનલમાં નિષ્ફળ રહી હતી. જોકે આ ભારતીય શટલર પાસે હજુ પણ મેડલ જીતવાની તક છે. તે બ્રોન્ઝ મેડલ મેચમાં બીજી સેમીફાઇનલ હારનારનો સામનો કરશે.