શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 11 ડિસેમ્બર 2021 (13:47 IST)

પુત્રીની સંગીત સેરેમનીમાં જેઠાલાલ ઝૂમી ઉઠ્યા, ઢોલકના તાલ પર કર્યો ડાંસ

પોપુલર શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ફેમસ કલાકાર જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી  (Dilip Joshi)ના ઘરમાં શરણાઈઓ ગુંજી રહી છે.  તેમની પુત્રી નિયતીના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ચુક્યા છે.  તેઓ ખૂબ જલ્દી લગ્નના બંધનમાં બંધાય જશે. આ દરમિયાન વેડિંગ ફંકશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમા દિલીપ જોશી ખૂબ ડાંસ કરી રહ્યા છે. 
 
ઢોલની બીટ પર કર્યો જોરદાર ડાંસ 

 
વીડિયોમાં જોઈ શકાય છે કે પુત્રીના સંગીત સેરેમનીમાં દિલીપ (Dilip Joshi)બ્લૂ કલરના કુર્તામાં જોવા મળી રહ્યા છે. ઢોલની બીટ સાંભળીને તે ખુદને રોકી ન થક્યા અને મનમુકીને ડાંસ કર્યો.  પુત્રીના લગ્નની ખુશી દિલીપ (Dilip Joshi)ના ચેહરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમણે ઢોલની બીટ પર ખૂબ ડાંસ કર્યો, જેને જોઈને મહેમાનો પણ નવાઈ પામ્યા 
 
ગીત ગાઈને સમા બાંધ્યો 
 
દિલીપ ( Dilip Joshi) ડાંસની વચ્ચે વચ્ચે ગરબા કરતા પણ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ કેટલીક મહિલાઓ બૈકગ્રાઉંડમાં દાંડિયા રમતી જોવા મળી રહી છે. વીડિયોના લાસ્ટમાં દિલીપ જોશી સિગર સાથે હાથમાં માઈક પકડીને ગીત ગાતા જોવા મળે છે.  પુત્રીના સંગીત સેરેમનીમાં દિલીપ જોશીનુ ફુલઓન સ્વૈગ જોવા મળ્યુ. 
 
આ દિવસે થશે પુત્રીન લગ્ન 
 
રિપોર્ટ મુજબ દિલીપ જોશી (Dilip Joshi)ની પુત્રી નિયતીના લગ્ન મુંબઈના તાજ મહેલ પેલેસમાં 11 ડિસેમ્બરના રોજ થશે. તેમને આ લગ્નમાં અસિત મોદી, દિશા વકાની, શૈલેષ લોઢા સહિત તારક મેહતાના ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની પુરી સ્ટારકાસ્ટને ઈનવાઈટ કરી છે. પરંતુ એવુ કહેવાય  રહ્યુ છે કે દિશા વકાની આ લગ્નમાં ભાગ નહી લે. જો કે તે લગ્ન પહેલા જ દિલીપ જોશીના પરિવારને મળવા જશે.