બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 20 મે 2020 (19:53 IST)

25મા જનમ દિવસ પર Nyara એ પોતાના પ્રિયને ગુમાવ્યા, શેયર કરી ઈમોશનલ પોસ્ટ

ટીવી અભિનેત્રી શિવાંગી જોશીએ તાજેતરમાં તેનો 25 મો જન્મદિવસ ઉજવ્યો હતો. જોકે શિવાંગીના આ જન્મદિવસ પર તેમના પર દુ:ખનો પર્વત તૂટી પડ્યો.  શિવાંગી જોશીના દાદા તે જ દિવસે અવસાન પામ્યા અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી તેના ચાહકોને આ વિશે માહિતી આપી. શિવાંગી તેમના દાદાને ગુમાવવા બદ્લ ખૂબ જ દુ:ખી છે, જે તેમની પોસ્ટમાં સ્પષ્ટ દેખાય છે.
 
શિવાંગી જોશી તેના જન્મદિવસ પર ખુબ ખુશ હતી. શિવાંગીના પરિવારે તેને એક સરપ્રાઈઝ આપી હતી, જેનો વીડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. તેના જન્મદિવસ પર તે તેના પોતાના ફેન્સ સામે લાઈવ થવાની હતી, પરંતુ અચાનક શિવાંગીએ તેના ચાહકોને કહ્યું કે તે વ્યક્તિગત કારણોને લીધે લાઈવ નહીં આવી શકે. શિવાંગીએ તેના પ્રશંસકોની માફી પણ  માંગી અને લખ્યું, 'મને સમજવા બદલ તમારો આભાર.'
શિવાંગીએ હવે પોતાની એ વાતની ચોખવટ કરી છે.  તેણે કહ્યુ કે  કમનસીબે મેં મારા દાદાજીને ખોયા છે. ભગવાન કરે એ હાલ ઉપર હસી રહ્યા હોય અને અમને જોઈ રહ્યા હોય. ઉલ્લેખનીય છે કે  શિવાંગી જોશી એક લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'  દ્વારા શિવાંગીને ઘર-ઘરમાં ઓળખ મળી છે. શિવાંગીએ ઘણા ટીવી શોમાં ઉત્તમ કામ કર્યું છે. શિવાંગી અને મોહસીન ખાનની જોડીને ટીવી પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વાસ્તવિક જીવનમાં પણ બંને એકબીજાની ખૂબ નજીક છે.
 
શિવાંગી જોશી પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવાની હતી, પરંતુ લોકડાઉને બધો પ્લાન બગાડી નાખ્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 12 મેથી 23 મે દરમિયાન થવાનું હતું, પરંતુ કોરોના વાયરસ લોકડાઉનને કારણે આ વર્ષે તે નથી થઈ રહ્યો.