બજેટમાં ગુજરાતને આ મળ્યું:ગિફ્ટ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક યુનિવર્સિટી , ઇન્ટરનેશનલ આર્બીટેજ સેન્ટર સ્થપાશે
વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાયનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે.આમ ડોમેસ્ટીક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇનસ્ટીટ્યુટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે.
ઇન્ટરનેશલ આર્બીટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ભારત સરકાર સાયન્સ ટેક, એન્જીનીયરીંગ અને મેથેમેટીક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલીસીમાં અમલમાં મુકવાની જાહેરાત કરી છે, ત્યારે નિર્મલા સિતારમને બજેટ 2022-23 દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક ,સાયન્સ ,ટેક, એન્જીનીયરીંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટીટ્યુટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે તેવી જાહેરાત કરી છે. જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવશે.કેન્દ્રીય નાંણાપ્રધાન નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે, ઇન્ટરનેશલ જ્યુર્ડીકશનમાં આવતા કેટલાક વિવાદનો સમયસર ઉકેલ લાવવા ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટેશન સેન્ટર શરુ કરાશે, જેને પગલે ગિફ્ટ સિટીના આઇએઇએસસીમાં સ્થપાયેલી કંપનીઓ સાથે જો કોઇ વિવાદ થાય તો આ ઓથોરીટીની મદદથી ઝડપી વિવાદ ઉકેલ આવી શકે.ગિફ્ટ સિટી આઇએફએસસીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર દિપેશ શાહે જણાવ્યું હતું કે, નાંણાપ્રધાને કરેલી જાહેરાતને પગલે ફિનટેક ક્ષેત્રે મોટી જાણિતી ઇન્સ્ટીટ્યુટ કે યુનિવર્સિટી આવશે તો દેશમાં ઉભરતા ટેક્નોલોજી અને ફાયનાન્સના સમન્વયને લગતા અભ્યાસક્ષેત્રે ફાયદો થશે. સાથે આર્બીટેશન સેન્ટરને પગલે કામગીરી અટકી પડવાને પગલે જે તે વિવાદ કે નવી બાબત આવે તો તેનો ઓથોરીટીથી ઉકેલ આવી શકશે. ઇન્ટરનેશલ આર્બીટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.