Last Modified: રબાત , સોમવાર, 22 સપ્ટેમ્બર 2008 (15:51 IST)
નવ વર્ષની બાળકીનાં લગ્નને મંજૂરી!
મોરક્કોનાં ઈસ્લામી વિદ્વાનોનાં વરિષ્ઠ સમૂહે એક મૌલવી દ્વારા નવ વર્ષની બાળકીનાં લગ્નને કાયદેસર ગણવાનો ફતવોની નિંદા કરી છે.
મોરક્કોનાં ઉલેમા મહાપરિષદનાં જણાવ્યું હતું કે નવ વર્ષની છોકરીઓનાં લગ્નને કાયદેસર કરવાથી ઈસ્લામ ધર્મની નિંદા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શેખ મોહમ્મદ બિન અબ્દુર્રહેમાન અલ મગારઉઈએ આ મહિને એક ફતવો જાહેર કરીને જાહેર કર્યું હતું કે નવ વર્ષની છોકરીનાં લગ્નને મંજૂરી આપવી કાયદેસર છે, કારણ કે પયગંબર મોહમ્મદની પત્નીઓમાં એક પત્નીની ઉંમર તે સમયે નવ વર્ષની હતી.