શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : શુક્રવાર, 30 એપ્રિલ 2021 (12:01 IST)

Ayushman Bharat Diwas 2021- આ રોગોને કવર કરે છે આયુષ્માન ભારત યોજના, કોરોનાકાળમાં પણ મળી રહ્યો લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. જેથી કરોડો એવા ભારતીયોને સ્વાસ્થય સંબંધી લાભ આપી શકાય છે. જેના પૈસાના અછતમાં યોગ્ય ચિકિત્સા સુવિધાઓ નહી 
મળી શકતી. તેથી આ યોજનાને "મોદી કેયર" કે નેશનલ હેલ્થ "પ્રોટેક્શન સ્કીમ" પણ કહેવાય છે. આજે એટલે 30 એપ્રિલને દેશમાં આયુષ્માન ભારત દિવસનો આયોજન કરાઈ રહ્યો છે. આ દિવસના આયોજનનો 
 
ઉદ્દેશ્ય સામાજિક- આર્થિક જાતિ જનગણના ડેટાબેસ ના આધારે દેશના દૂર-દૂરના ક્ષેત્રોમાં સસ્તી મેડિકલ સુવિધાઓને વધારો આપે છે. આ કેંદ્ર સરકાર દ્વારા ચલાવનારી દુનિયાની સૌથી મોટી સ્વાસ્થય યોજના છે. 
 
આયુષ્માન ભારત યોજનાનો લક્ષ્ય ભારતમાં 10 કરોડથી વધારે પરિવારને સ્વાસ્થય સેવા આપવું છે. આ 10 કરોડ પરિવારોમાં ગ્રામીણ ક્ષેત્રોમાં આઠ કરોડ પરિવાર અને શહરી ક્ષેત્રોના 2.33 કરોડ પરિવાર શામેલ 
છે. આ યોજનાથી પાંચ લાખ રૂપિયા સુધીની મફત સ્વાસ્થય વીમાની સુવિધા અપાય છે. 
 
આયુષ્માન ભારત યોજનામાં સારવારને કવર કરવા માટે 1,300 થી પણ વધારે પેકેજ છે. જેમાં કેંસર સર્જરી, રેડિએશન થેરેપી, કીમોથેરેપી, હૃદય સંબંધી સર્જરી, ન્યુરો સર્જરી, કરોડરજ્જુની સર્જરી, દંત સર્જરી, 
આંખોની સર્જરી અને એમઆરઆઈ અને સીટી સ્કેન જેવા પરીક્ષણ શામેલ છે. 
 
આ યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના રૂપમાં પણ ઓળખાય છે. સૌથી ખાસ વાત આ છે કે આ યોજના આખી રીતે પેપરલેસ અને કેશલેસ અને આઈટી આધારિત છે. તેના દ્વારા 
 
સેવાઓના લાભ ઉપાડવા માટે લાભાર્થીઓ માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. 
 
આ યોજનાથી દર્દીઓના હોસ્પીટલમાં દાખલ થવાથી ત્રણ દિવસ પહેલા અને 15 દિવસ પછી સુધીનો નૈદાનિક ઉપચાર, સ્વાસ્થય સારવાર અને દવાઓ મફત મળે છે. આ યોજનાનો લાભ બધા ઉપાડી શકે છે. તેના 
 
પર વ્યક્તિની ઉમર કે લિંગ પર કોઈ સીમા નથી. કોરોના કાળમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ કોરોના મહામારીના સમયેમાં પણ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજનાથી કોવિડ 
 
19ની મફત તપાસ અને સારવાર મળે છે. લાભાર્થી આ યોજનાના લાભ આખા દેશમાં કોઈ પણ સાર્વજનિક કે પ્રાઈવેટ યાદીબદ્ધ હોસ્પીટલમાં ઉપાડી શકે છે.