મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (13:08 IST)

અમદાવાદમાં પત્નીની બીમારીમાં મદદ કરવા આવેલી મહિલાની બાજુમાં આધેડ સુઈ ગયો પછી નિર્વસ્ત્ર કરી નાંખી

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયાં છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘરના મોભીએ પોતાની પત્નીની બીમારીના કારણે એક મહિલાને મદદ માટે આજીજી કરી હતી. બીમાર પત્નીની મદદ માટે આવેલી મહિલાને એકલી સુતી જોઈને ઘરનો મોભી તેની બાજુમાં જઈને સુઈ ગયો હતો. મહિલાએ વિરોધ કરતાં તેને ધમકી આપીને નિર્વસ્ત્ર કરી નાંખી હતી. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ બીજા દિવસે ત્યાંથી ભાગીને પોલીસને જાણ કરી હતી. હાલ રામોલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 
છુટાછેડા બાદ યુવતીને ગુજરાન ચલાવવું કાઠું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી નેહા (નામ બદલ્યું છે) પતિએ છૂટાછેડા આપ્યા બાદ બે બાળકો સાથે જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ દરમીયાન તેને નવા જીવનની આશા બતાવવા માટે પરિચિતે એક દંપતી સાથે મુલાકાત કરવી હતી. નેહાને બે બાળકો સાથે કોઈ સહારો આપે તો તેના જીવનમાં રાહત મળી જાય તેમ હતું.
 
આ સમયે રામોલ વિસ્તારમાં રહેતા આ દંપતીએ નેહાને કહ્યું કે અમારા પડોશમાં એક યુવક રહે છે જેની સાથે તારા લગ્ન કરવી આપું. આ બધી વાત ચાલી રહી હતી ત્યારે લગ્નની વાત કરનાર મહિલાની તબિયત લથડી અને તેણે નેહાને કહ્યું કે તું મને થોડા દિવસ માટે ઘરકામમાં મદદ કરીશ. જેથી નેહાએ હા પડી અને તેની નાની દિકરીને લઈને તેમના ઘરે રહેવા ગઈ હતી.આખો દિવસ નેહા અને તેની દીકરી આ દંપતીના ઘરમાં ઘરકામ કરતા અને મદદ કરતા હતાં.
 
મહિલાને નિર્વસ્ત્ર કરીને ધમકી આપી
નેહા થાકીને ઘરના ખૂણામાં સુઈ રહેતી હતી. આ દરમિયાન ઘરનો મોભી બીમાર પત્ની સુઈ જતા નેહા જે રૂમમાં હતી ત્યાં પહોંચી ગયો હતો. અને નેહાની બાજુમાં સુઈ ગયો હતો. નેહા ગભરાઇ ગઈ અને ત્યાંથી ઉઠીને બહાર જવા પ્રયાસ કર્યો તો ઘરના મોભીએ તેના કપડાં કાઢીને નિવસ્ત્ર કરી નાખી હતી અને નેહાને ધમકી આપી કે જો તું કોઈને કઈ કહીશ તો તારી દીકરી સાથે પણ આ પ્રકારે હું કરીશ. જે સાંભળીને નેહા ગભરાઈ ગઈ અને આરોપીએ પોતાની વાસના સંતોષતો રહ્યો હતો. બાદમાં નેહા ત્યાંથી પોતાની દિકરીને લઈને નીકળી ગઈ હતી. આ અંગે આખરે નેહાએ ફરિયાદ નોંધાવી છે. જે અંગે રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.