Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2009 (19:48 IST)
ફુગાવો વર્ષની સૌથી નીચી સપાટીએ
ફુગાવાનો દર ઘટીને 4.39 ટકા થયો
ફયુઅલ, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાના કારણે ફુગાવામાં ઘટાડો થયો છે. 31મી જાન્યુઆરીના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ફુગાવો ઘટીને 4.39 ટકા થઈ ગયો છે. આની સાથે જ ફુગાવો 12 મહિનાની નીચી સપાટી ઊપર પહોંચી ગયો છે.
ફુગાવો ઘટતા રિઝર્વ બેંક દ્વારા પોલિસી રેટમાં વધુ કાપની શકયતા ઊભી થઈ છે. ફુગાવામાં 0.68 ટકાનો ઘટાડો નોંધાયો. એક સપ્તાહ અગાઊ ફુગાવો 5.07 ટકા હતો. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ફુગાવામાં ઘટાડો થયો છે.