ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (00:36 IST)

આ મહત્વપૂર્ણ વસ્તુઓને ભૂલથી પણ રસોડામાં ખતમ ન થવા દો, નહીં તો તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડશે

kitchen tips
જ્યાં માતા લક્ષ્મીની કૃપા હોય છે, ત્યાં ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી. મા લક્ષ્મીને ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. મા લક્ષ્મી પોતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બનાવે છે. જો કોઈ પણ ઘરમાં મા લક્ષ્મી ક્રોધિત થાય છે તો તે ઘરમાં દુઃખ અને ગરીબીનો વાસ રહે છે. એટલા માટે દરેકનો પ્રયાસ હોય છે કે મા લક્ષ્મીની કૃપા બની રહે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ પ્રકારની પૂજા-અર્ચના કરે છે
 
રસોડામાં પણ મા અન્નપૂર્ણાનો વાસ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જેને રસોડામાં ક્યારેય પણ પૂરી રીતે ખતમ ન થવા દેવી જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે જો આ વસ્તુઓ રસોડામાં ખતમ થઈ જાય તો નકારાત્મકતા વધે છે અને દેવી લક્ષ્મી નારાજ થાય છે. ચાલો જાણીએ કઈ છે તે વસ્તુઓ-
 
લોટ - લોટ વગર દરેક રસોડું અધૂરું છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ઘરનો બધો લોટ ખતમ થઈ ગયો હોય છે, પરંતુ વાસ્તુ અનુસાર લોટ એકદમ ખતમ થાય તે પહેલા જ લાવવો જોઈએ. એવું કહેવાય છે કે લોટના વાસણને ક્યારેય ખાલી ન રાખવું જોઈએ, કારણ કે તેનાથી તમારા ઘરમાં અન્ન અને ધનની કમી થવા માંડે છે અને માન-સન્માનની પણ કમી થઈ શકે છે..
 
હળદર - હળદરનો ઉપયોગ સૌથી અસરકારક માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ બધી વસ્તુઓ બનાવવામાં પણ થાય છે. હળદરનો ઉપયોગ શુભ કાર્યો અને દેવી પૂજામાં પણ થાય છે. હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે. એવામાં કહેવામાં આવે છે કે તેની કમી ગુરુ દોષ હોય છે. જો  રસોડામાં હળદર સંપૂર્ણપણે ખલાસ થઈ જાય તો સુખ-સમૃદ્ધિનો અભાવ અને શુભ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તેથી હળદર ખતમ થાય તે પહેલા બીજી લાવીને મુકો. 
 
ચોખા - અનેકવાર આપણે એવું જોઈએ છે કે ચોખામાં ધનુરા કે ઈયળો ન પડી જાય એ માટે આપણે ચોખા ખતમ થયા પછી જ બીજા લાવીએ છીએ.  જ્યારે શાસ્ત્રો મુજબ આ ખોટું છે. ચોખાને શુક્રનો પદાર્થ માનવામાં આવે છે અને શુક્રને ભૌતિક સુખ સુવિદ્યાનો કારક માનવામાં આવે છે. . ઘરમાં હંમેશા ચોખા ખલાસ થાય તે પહેલા જ બીજા મંગાવીને રાખી મુકો. 
 
મીઠું - મીઠું એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં હોય છે, કારણ કે મીઠા વગર ભોજનનો દરેક સ્વાદ અધૂરો રહે છે. આવી સ્થિતિમાં એક વાત હંમેશા યાદ રાખો કે કઈ પણ થઈ જાય પણ ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય ખાલી ન રહેવો જોઈએ. જો ઘરમાં મીઠનો ડબ્બો ખાલી રહે તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત એક વાત એ પણ યાદ રાખો કે મીઠુ ન હોય તો ક્યારેય આસ પડોશ પાસેથી મીઠુ ન માંગવુ જોઈએ.