1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (12:25 IST)

દિવાળી પર આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આવશે બરકત

કારતક મહિનાની અમાસના દિવસે દર વર્ષે દિવાળીનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે દિવાળી 7 નવેમ્બર 2018ના રોજ ઉજવાય રહી છે. દિવાળી પર ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ગણપતિની પૂજા કરવામાં આવે છે. 
 
દિવાળી પર પૂજાને લઈને એક નિયમ છે કે દર વર્ષે લક્ષ્મી અને ગણેશની નવી મૂર્તિની પૂજા કરવામાં આવે છે પણ શુ આપ જાણો છો કે દિવાળી પર પૂજા અમટે કેવી મૂર્તિ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે. આવો અમે તમને આજે બતાવી રહ્યા છે કે ગણેશ અને લક્ષ્મીની કેવી મૂર્તિ દિવાળીના દિવસે ખરીદવાથી ઘરમાં બરકત આવે છે. 
 
ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે હંમેશા ધ્યાન રાખો કે લક્ષ્મી ગણેશ ક્યારેય પણ એક સાથે જોડાયેલા ન ખરીદવા જોઈએ. પૂજાઘરમાં મુકવા માટે લક્ષ્મી અને ગણેશની એ વી મૂર્તિ લેવી જોઈએ જેમા બંને વિગ્રહ જુદા જુદા હોય. ગણેશની મૂર્તિમાં તેમની સૂંઠ ડાબા હાથ બાજુ વળેલી હોવી જોઈએ.  જમણીબાજુ વળેલી સૂંઢ શુભ હોતી નથી. સૂંઢમાં બે વળાંક પણ ન હોવા જોઈએ. 
 
લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન. લક્ષ્મી માની એવી મૂર્તિ ખરીદો જેમા મા લક્ષ્મી ઉલ્લુ પર વિરાજમાન હોય. એવી મૂર્તિને કાલી લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે.  લક્ષ્મી માતાની એવી મૂર્તિ લેવી જોઈએ જેમા તેઓ કમળ પર વિરાજમાન હોય અને તેમના હાથ વરમુદ્રામાં હોય અને તેમના હાથમાં ધનની વર્ષા થઈ રહી  હોય.