રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ ટિપ્સ - આવુ કરશો તો કોઈની સામે નહી ફેલાવવો પડે હાથ

પૈસા કમાવવા જેટલા જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પૈસાને બચાવવા. ખોટા ખર્ચા કરવાની આદત ક્યારેક ભારે પડી શકે છે. ધનને બચાવીને નથી રાખતા તો અચાનક કોઈ વિષમ પરિસ્થિતિમાં તમે પરેશાનીમાં પડી શકો છો. બીજા સામે હાથ ફેલાવવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેનાથી તમે ધન અર્જિત અને સંચય કરવામાં સફળ થઈ શકો છો.  
 
સૌથી પહેલીવાત ઘરમાં બનાવેલ ભોજન ક્યારેય બરબાદ ન થવુ જોઈએ. જે ઘરમાં કંકાસ રહે છે ત્યા લક્ષ્મી માતાની કૃપા થતી નથી. ઘરમાં તુલસીનો છોડ લગાવો. રોજ સાંજે તુલસી પાસે ઘી નો દીવો ચોક્કસ પ્રગટાવો. સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન વગેરેથી પરવારીને ભગવાનને ભોગ લગાવ્યા પછી જ અન્ન ગ્રહણ કરો. 
 
પથારી પર બેસીને ભોજન ન કરો. ઘરના દરવાજા અને બારીઓને સજાવીને સાફ રાખો. તમારા ઘરને જાંબળી કે ગ્રે કલરથી પેંટ કરાવો.  બેડરૂમના દરવાજાની સામેવાળી દિવાલના ડાબા ખૂણા પર ધાતુની કોઈ વસ્તુ લટકાવી દો.  ધન મુકવાના સ્થાન પર લાલ કપડુ પાથરી દો. 
 
તિજોરી કે જ્યા ધન મુકતા હોય તેને દક્ષિણ દિશાની દિવાલથી ટેકીને એ રીતે મુકો કે તિજોરીનુ મોઢી ઉત્તર દિશા તરફ રહે. કોઈની પણ પાસેથી કોઈ વસ્તુ મફત ન લો. તેની કિમંત જરૂર ચુકવો.  કોઈને દગો આપીને ધન કમાવવાથી પણ લક્ષ્મી માતા રિસાય જાય છે.  તમારી આવકનો અમુક ભાગ ધાર્મિક કાર્યમાં જરૂર લગાવો. દાન કરતા રહો. ઘરમાં મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને સજાવેલુ રાખવુ જોઈએ .  ઘરના મુખ્ય દ્વાર પાસે ગણેશજીની તસ્વીર લગાવો.