ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (13:42 IST)

Vastu Tips: ઘરની આ દિશામાં મુકો પાણીથી ભરેલુ માટલુ, હંમેશા બની રહેશે બરકત

pot vastu gujarati
pot vastu gujarati
વાસ્તુશાસ્ત્રમા આજે આપણે વાત કરીશુ પાણીથી ભરેલા માટેના ઘડાની દિશા વિશે. ભલે શહેરોમાં આજકાલ પાણીથી ભરેલા માટીનો ઘડો એટલે કે માટલુ દેખાવવા ઓછા થઈ ગયા હોય, પણ ગામડાઓમાં આજે પણ ઘરમાં કે કોઈ સાર્વજનિક સ્થાન પર તમને પાણીથી ભરેલા માટીના ઘડા જરૂર જોવા મળશે. જેનુ પાણી પીવામાં તો સારુ લાગે જ છે સાથે જે તે આરોગ્ય માટે પણ ખૂબ સારુ માનવામાં આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે અહી મહત્વપૂર્ણ વાત એ છે કે યોગ્ય દિશામાં મુકવામાં આવેલ પાણીથી ભરેલા માટીનો ઘડો વાસ્તુની દ્રષ્ટિથી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.  આ સંબંધિત દિશાના વાસ્તુને સુધારવામાં મદદ કરવા ઉપરાંત ઘરમાં પોઝિટિવિટી પણ બનાવી રાખે છે. 
 
માટીનુ માટલુ મુકવાની યોગ્ય દિશા 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર કે કાર્યાલયમાં માટીનો ઘડો એટલે કે માટલુ મુકવા માટે સૌથી યોગ્ય દિશા છે - ઉત્તર દિશા. ઉલ્લેખનીય છે કે વાસ્તુ મુજબ પંચ તત્વો - અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશમાંથી ઉત્તર દિશાનો સંબંધ જળ તત્વ સાથે છે.  આવામાં ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ મુકવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારા પર  વરુણ દેવનો આશીર્વાદ કાયમ રહે છે.  સાથે જ તમને કોઈપણ પ્રકારનો ભય સતાવતો નથી. ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ મુકવાથી આપણા શરીરમાં સૌથી વધુ લાભ આપણા કાનને મળે છે.  તેનાથી આપણી સાંભળવાની ક્ષમતા મજબૂત રહે છે.  
 
પરિવારમાં તેનો સૌથી વધુ લાભ પરિવારના વચલા પુત્રને મળે છે. યાદ રાખો કે માટીના વાસણને ક્યારેય ખાલી ન રાખો. ખાસ કરીને રાત્રે ઘડા ખાલી ન હોવા જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે. ઘડા ભરેલા રાખવાથી તમારું ઘર પણ પૈસા અને ભોજનથી ભરેલું રહેશે.
 
જો આર્થિક સમસ્યાઓનો અંત ન આવતો હોય અને કરિયર-વ્યવસાયમાં કોઈ સમસ્યા હોય તો દરરોજ સાંજે માટીના માટલાની સામે દીવો પ્રગટાવો. સાંજે કપૂર પણ સળગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે.