શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (14:41 IST)

PAK vs AFG: પાકિસ્તાનની ટીમ પર ડબલ મુસીબત, આ સ્ટાર ખેલાડીની તબિયત બગડી

pakistan team
Pakistan vs Afghanistan: વનડે  વર્લ્ડ કપ 2023 ની 22મી મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ આ મેચમાં એક ફેરફાર સાથે પ્રવેશી છે. ટીમનો એક સ્ટાર ખેલાડી બીમાર પડ્યો છે જેના કારણે તે પ્લેઇંગ 11નો ભાગ બની શક્યો નથી.
 
 
પાકિસ્તાનની ટીમનો મોટો ઝટકો 
 
પાકિસ્તાનની ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનને જ સેમીફાઈનલમાં રહેવુ છે તો આ મેચ કેમ પણ કરીને જીતવી પડશે. પણ આ મેચમાં સ્ટાર ઓલરાઉંડર મોહમ્મદ નવાજ વગર ઉતરી છે. મોહમ્મદ નવાજને તાવ આવી રહ્યો છે. ટોસ સમયે બાબરે જણાવ્યુ કે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. નવાજને તાવ છે તેના સ્થાન પર શાદાબ ખાન આજની મેચ રમી રહ્યા છે. અમને દરેક મેચમાં અમારા 100 ટકા આપવાની જરૂર છે અને આગળ વધવાનુ છે. 
  
શાદાબનુ થયુ કમબેક 
 
શાદાબ ખાનને અગાઉની મેચમાં જ પ્લેઈંગ 11માંથી બહારનો રસ્તો બતાવ્યો છે.  તેઓ આ ટૂર્નામેંટમાં એકદમ ફ્લોપ રહ્યા છે. પણ મોહમ્મદ નવાજના બીમાર થઈ ગયા પછી એકવાર ફરી તેમને તક મળી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના હાલ ચાર મેચમાં ચાર અંક છે અને તે પોઈંટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે. તેનુ નેટ રન રેટ  
-0.456 છે જેમા તેને સુધાર કરવાની છે. 
 
બંને ટીમના પ્લેઇંગ ઇલેવન
 
પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, શૌદ શકીન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ, ઉસામા મીર.
 
અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હસમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઝાઝાઈ, ઈકરામ અલીખિલ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, નૂર અહેમદ.