રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (15:40 IST)

ભારતે આ 3 ટીમોથી વર્લ્ડ કપમાં અલર્ટ રહેવાની જરૂર, તોડી શકે છે જીતનુ સપનુ

ODI World Cup 2023: ક્રિકેટનો મહાકુંભ વનડે વર્લ્ડ કપ 2023ની શરોઅઓઅત આજથી (5 ઓક્ટોબર) થઈ રહી છે. પણ ટીમ ઈંડિયા પોતાનો પહેલો મુકાબલો 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. ભારતે બે વાર વનડે વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. પહેલીવાર કપિલ દેવની કપ્તાનીમાં 1983માં અને બીજીવાર મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011માં. આ વખતે વનડે વર્લ્ડ કપ ભારતની ધરતી પર થઈ રહ્યો છે. આ જ કારણે ટીમ ઈંડિયા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ વર્લ્ડ કપમાં ત્રણ ટીમો વિરુદ્ધ ભારતનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. આ ટીમોથી રોહિત સેનાએ સાવધ રહેવાની જરૂર છે. 
 
1. ઓસ્ટ્રેલિયા - વનડે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 12 મેચ રમાઈ છે. જેમાથી ભારતે ફક્ત 4 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 8 મુકાબલાઓમાં બાજી મારી છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ પાસે શાનદાર બોલરો છે. તેમા પૈટ કમિંસ, મિચેલ સ્ટાર્ક અને જોસ હેજલવુડનો સમાવેશ છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના પ્લેયર્સ આઈપીએલમાં રમે છે. આ જ કારણે તેઓ ભારતીય ખેલાડીઓની રમતથી સારી રીતે વાકેફ છે. ઓસ્ટ્રેલિયાની પાસે ગ્લેન મૈક્સવેલના રૂપમાં ઘાકડ ઓલરાઉંડર છે. જે બોલ અને બેટ દ્વારા મેચનુ પરિણામ બદલી શકે છે. આ વખતે વર્લ્ડકપમાં ભારતનો પહેલો મુકાબલો પણ ઓસ્ટ્રેલિયા સાથે છે. આવામાં ટીમ ઈંડિયાને ઓસ્ટ્રેલિયા ટીમથી સતર્ક રહેવાની જરૂરી છે. 
 
2. ન્યુઝીલેંડ - ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 8 મુકાબલા રમાયા છે. જેમાથી ભારતે 5 મેચ જીતી છે. છેલ્લા વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારતને ન્યુઝીલેંડ વિરુદ્ધ 18 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની માર્ટિન ગુપ્ટિલના થ્રો પર આઉટ થઈ ગયા હતા અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેંડ પાસે ટિમ સાઉદી અને ટ્રેંટ બોલ્ટ જેવા ખતરનાક બોલર છે, જે બોલને બંને સ્વિંગ કરવામાં નિપુણ છે. 
 
3. ઈગ્લેંડ - ભારત અને ઈગ્લેંડ વચ્ચે ચાર મુકાબલા રમાયા છે. જેમા ભારતે 3 અને ઈગ્લેંડે 4 મેચ જીતી છે. 1 મેચ બંને ટીમ વચ્ચે ટાઈ રમાઈ હતી. ઈગ્લેંડની ટીમ લાસ્ટ વર્લ્ડ કપની વર્લ્ડ ચેમ્પિયન છે અને તેના ખેલાડી શાનદાર ફોર્મમાં છે. ઈગ્લેંડના સ્ટાર ઓલરાઉંડર બેન સ્ટોક્સ ખાસ કરીને વર્લ્ડકપ માટે રિટાયરમેંટ માંથી પરત ફર્યા છે.   બીજી બાજુ ઈગ્લેંડ પાસે જોસ બટલર જેવો કપ્તાન પણ છે. બટલરની કપ્તાનીમાં ઈગ્લેંડે ટી20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે. આવામાં ભારતીય પ્લેયર્સે ઈગ્લેંડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડની ટીમોથી સતર્ક રહેવાની જરૂર છે.  આ ટીમો ભારતની જીતમાં રોડો બની શકે છે.