મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: બુધવાર, 4 ઑક્ટોબર 2023 (09:51 IST)

ODI વર્લ્ડ કપ પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર, ઓપનિંગ સેરેમનીને લઈને મોટું અપડેટ

opening ceremony
opening ceremony
ICC ODI World Cup 2023: આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 05 ઓક્ટોબરે રમાશે. આ મેચ પહેલા તમામ ટીમો વોર્મ અપ મેચ રમી રહી છે. વર્લ્ડ કપ પહેલા ઓપનિંગ સેરેમનીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે ફેન્સને નિરાશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે  એવું માનવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું આયોજન 04 ઓક્ટોબરે કરવામાં આવશે. પરંતુ હવે નવા અપડેટ મુજબ આ વખતે ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે નહીં.
 
સેરમનીને લઈને આવ્યો પ્લાન 
 
વર્લ્ડ કપની શરૂઆત પહેલા જે ઓપનિંગ સેરેમનીની ચર્ચા થઈ રહી હતી તે મુજબ આ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પરફોર્મ કરવાના હતા. આ સમારોહ સાંજે 7 વાગ્યે શરૂ થવાનો હતો. પરંતુ હવે વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર થોડા જ કલાકો બાકી છે અને BCCI અને ICC તરફથી ઓપનિંગ સેરેમની અંગે કોઈ અપડેટ આવ્યું નથી.  આને લઈને ફેન્સ ખૂબ જ નિરાશ છે. જો કે 4 ઓક્ટોબરે તમામ ટીમોના કેપ્ટન ટ્રોફી સાથે ફોટો સેશન માટે અમદાવાદમાં હાજર રહેશે.
 
મુશ્કેલીઓથી ઘેરાયેલો છે આ વર્લ્ડ કપ 
 
આ વર્ષનો ODI વર્લ્ડ કપ શરૂઆતથી જ મુશ્કેલીઓથી ઘેરાયેલો રહ્યો છે. સૌ પ્રથમ, પ્રશંસકોએ પહેલાથી જ શેડ્યૂલને ખૂબ મોડું જાહેર કરવા અને તેમાં ફરીથી ફેરફાર કરવા બદલ ICCની ટીકા કરી હતી. ICCની આ કાર્યવાહીથી પ્રશંસકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. એવું માનવામાં આવે છે કે ICC ઓપનિંગ સેરેમનીને બદલે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરી શકે છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાન મેચ પહેલા જ કંઈક ખાસ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.