બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (23:40 IST)

Virat Kohli Century - અંપાયરની બેઈમાનીથી બની વિરાટની સેન્ચુરી, વિચિત્ર નિર્ણયે સૌને ચોકાવ્યા

kohli
Virat Kohli Century : બાગ્લાદેશ વિરુદ્ધ રમાયેલ મુકાબલામા વિરાટ કોહલીની બેટીંગે ધમાલ મચાવી દીધી અને તેમણે પોતાની સૂઝબૂઝ સાથે પોતાની 48મી વનડે સદી પણ પૂરી કરી લીધી.  વિરાટે 97 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પરંતુ, વિરાટની આ સદીમાં અમ્પાયર Richard Kettleborough નું મોટું યોગદાન છે.  જેને કારણે વિરાટની સાથે અમ્પાયર પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હવે તમે વિચારી રહ્યા હશો કે વિરાટની ઈનિંગમાં અમ્પાયરે એવું તે શું કર્યું જેના વખાણ થઈ રહ્યા છે...
 
અમ્પાયરના નિર્ણયે દિલ જીતી લીધું

 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પરંતુ, આ સમય દરમિયાન અમ્પાયર Richard Kettleborough ના એક નિર્ણયે ચારેબાજુ વાહવાહી લૂંટી લીધી.  ઉલ્લેખનીય છે કે  ભારતીય ટીમને જીતવા માટે 2 રનની જરૂર હતી અને વિરાટ કોહલીને તેની સદી પૂરી કરવા માટે 3 રનની જરૂર હતી. ત્યારબાદ બોલિંગ કરવા આવેલા નસુમ અહેમદે બોલને લેગ સાઇડ તરફ ફેંક્યો, જે એકદમ વાઈડ દેખાતો હતો, પરંતુ અમ્પાયર રિચર્ડે તેને વાઈડ આપ્યો ન હતો,  કદાચ તેઓ પણ વિરાટ કોહલીને સદી ફટકારતો જોવા માંગતા હતા. એ સમય દરમિયાન અમ્પાયરે એવી સ્માઈલ આપી, જેની ચારેબાજુ ખૂબ ચર્ચા થઈ રહી છે. ડ્રેસિંગ રૂમમાં હાજર કુલદીપ યાદવ પણ જ્યારે અમ્પાયરે વાઈડ બોલ ન આપ્યો ત્યારે હસવાનું રોકી શક્યો નહીં.
 
કોહલીએ રમી શાનદાર ઇનિંગ 
 
આ રીતે વિરાટ કોહલીએ 97 બોલમાં 103 રનની અણનમ સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 4 સિક્સર પણ ફટકારી હતી. વિરાટની આ 48મી ODI સદી છે અને તેની ત્રીજી વર્લ્ડ કપ સદી પણ છે..