રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 1 ડિસેમ્બર 2018 (17:27 IST)

રોજ સાંજે કરવો જોઈએ દીપકનો આ ઉપાય, ઘરમાં આવે છે લક્ષ્મી

જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે. જો તમે પણ ઘરની ગરીબી દૂર કરવા માંગો છો તો અહી બતાવેલ દીવાના ખાસ ઉપાય કરી શકો છો. 
 
- ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ એક એક દીવો પ્રગટાવો. તેનાથી સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્મીનુ આગમન ઘરમાં થાય છે. 
- ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 
 
- ઘરની અગાશી પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની છત પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરની આસપાસ જ્યા પણ પીપળ હોય ત્યા જાવ અને પીપળની નીચે એક દીવો પ્રગટાવો
આવુ કરવા પર શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થઈ જાય છે. 
- ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવો જેનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.