રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 17 નવેમ્બર 2018 (18:04 IST)

Kartik Purnima 2018 - કારતક પૂર્ણિમાનુ મહત્વ, જાણો કેમ કરવુ જોઈએ સ્નાન, દાન અને દીપદાન.. ભગવાન વિષ્ણુની મળશે કૃપા

કારતક માસ(Kartik Month) ની અમાવસ્યાને લૌકિક દીપાવલી પર્વના પંદર દિવસ એટલેકે કારતક પૂર્ણિમા (Kartik Month 2018)ના રોજ દેવતાઓની દીપાવલીના રૂપમાં ઉજવાય છે. આ પવિત્ર તિથિના દિવસે અનેક ધાર્મિક આયોજન પવિત્ર નદીમાં સ્નાન પૂજન અને કર્મકાંડનુ વિધાન છે. તેનાથી વિશેષ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વર્ષના બાર માસમાં કારતક માસ અધ્યાત્મિક અને શારીરિક ઉર્જા સંચય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ખુદ નારાયણે પણ કહ્યુ છે કે મહિનામાં કારતક મહિનો છે. શાસ્ત્રોમં ઉલ્લેખ છેકે ખુદ વિષ્ણુજીએ બ્રહ્માજીને બ્રહ્માજીએ નારદ મુનિને અને નારદજીએ મહારાજ પૃથુને કારતક મહિનાનુ મહાત્મય બતાવ્યુ. 
 
ખૂબ પુણ્યકારી છે પર્વ કારતક પૂર્ણિમા 
 
કારતક પૂર્ણિમા આપણને દેવોની એ દિવાળીમાં સામેલ થવાની તક આપે છે જેને પ્રકાશથી પ્રાણીની અંદર છિપાયેલ તામસિક વૃત્તિયોનો નાશ થાય છે. આ મહિનાની ત્રયોદશી 
 
ચતુર્દશી અને પૂર્ણિમાને પુરાણોમાં અતિ પુષ્કરિણી કહે છે. સ્કંદ પુરાણ મુજબ જે પ્રાણી કારતક મહિનામાં રોજ સ્નાન કરે છે તે જો ફક્ત આ ત્રણ તિથિયોમાં સૂર્યોદય પહેલા 
 
સ્નાન કરે તો પણ પૂર્ણ ફળનો ભાગી થઈ જાય છે. 
 
 
કારતક મહિનાની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા ત્રિપુરી પૂર્ણિમા કે ગંગા સ્નાનના નામથી પણ ઓળખાય છે. શાસ્રોમાં કારતાક પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાનુ ખૂબ મહત્વ 
 
બતાવ્યુ છે.  એવુ કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી આખા વર્ષ ગંગા સ્નાન કરવાનુ ફળ મળે છે.  આ દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓ અને તીર્થોમાં સ્નાન 
 
કરવાહ્તી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પાપોનો નાશ થાય છે. 
 
વિશિષ્ટ છે કારતક પૂર્ણિમા 
 
આ દિવસે બ્રહ્માજીનુ બ્રહ્મ સરોવર પુષ્કરમાં અવતરણ થયુ હતુ. કારતક પૂર્ણિમાના અવસર પર લાખોની સંખ્યામાં તીર્થ યાત્રી બ્રહ્માની નગરી પુષ્કર આવે છે. પવિત્ર પુષ્કર 
 
સરોવરમાં સ્નાન કર્યા પછી બ્રહ્માજીના મંદિરમાં પૂજા અર્ચના કરી દીપદાન કરે છે અને દેવોની કૃપા મેળવે છે. આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો 
 
હતો. જેનાથી દેવગણ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુએ શિવજીને ત્રિપુરારી નામ આપ્યુ. જે શિવના અનેક નામોમાંથી એક છે. 
 
આ સંદર્ભમાં એક કથા છે કે ત્રિપુરાસુર નામના દૈત્યના આતંકથી ત્રણેય લોક ભયભીત હતો. ત્રિપુરાસુરે સ્વર્ગ લોક પર પણ પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ત્રિપુરાસુરે પ્રયગમાં ઘણા દિવસ સુધી તપ કર્યુ હતુ. તેના તપથી ત્રણેય લોકો અદેખાઈ કરવા લાગ્યા.  ત્યારે બ્રહ્માજીએ તેને દર્શન આપ્યા. ત્રિપુરાસુરે તેમની પાસેથી વરદાન માંગ્યુ કે તેને દેવતા, સ્ત્રી, પુરૂષ જીવ જંતુ પક્ષી નિશાચર મારી શકે નહી. આ વરદાનથી ત્રિપુરાસુર અમર થઈ ગયો અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો. 
 
બધા દેવતાઓએ મળીને બ્રહ્માજીને આ દૈત્યના અંતનો ઉપાય પુછ્યો. બ્રહ્માજીએ દેવતાઓને ત્રિપુરાસુરના અંતનો રસ્તો બતાવ્યો. દેવતા ભગવાન શંકર પાસે પહોંચ્યા અને તેમને ત્રિપુરાસુરને મારવાની પ્રાર્થના કરી. ત્યારે મહાદેવે ત્રિપુરાસુરનો વધ કરવાનો નિર્ણય કર્યો. મહાદેવે ત્રણેય લોકોમાં દૈત્યને શોધ્યો. કારતક પૂર્ણિમાના દિવસે મહાદેવે પ્રદોષ કાળમાં અર્ધનારેશ્વરના રૂપમાં ત્રિપુરાસુરનો વધ કર્યો.  એ દિવસે દેવતાઓએ શિવલોક મતલબ કાશીમાં આવીને દિવાળી ઉજવી. 
 
ત્યારથી આ પરંપરા કાશીમાં ચાલી આવી રહી છે. એવુ કહેવાય છે કે કારતક મહિનાના આ દિવસે કાશીમાં દીપ દાન કરવાથી પૂર્વજોને મુક્તિ મળે છે. પુરાણો મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ ધર્મ વેદોની રક્ષા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. તેના અતિરિક્ત અષાઢ શુક્લ એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે યોગ નિદ્રામાં લીન થઈને કારતક શુક્લ એકાદશીના રોજ પુન જાગે છે. 
 
ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાંથી જાગરણથી પ્રસન્ન થઈને સમસ્ત દેવી દેવતાઓએ પૂર્ણિમાના રોજ લક્ષ્મી નારયણની મહાઆરતી કરીને દીપ પ્રજવલ્લિત કર્યા. આ દિવસે દેવતાઓની દિવાળી છે.  તેથી આ દિવસે દીપ દાન અને વ્રત પૂજા વગેરે કરીને આપણે પણ દેવોની દિવાળીમાં સામેલ થઈએ છીએ.  જેથી આપણે આપણી અંદર દેવત્વ ધારણ કરી શકીએ. અર્થાત સદ્દગુણોને આપણી અંદર સમાહિત કરી શકીએ. નરથી નારાયણ બની શકીએ. દેવોની દિવાલી આપણને આસુરી પ્રવિત્તિયો અર્થાત દુર્ગુણોને ત્યજીને સદ્દગુણોએ ધારણ કરવા માટે પ્રેરિત કરે છે. 
 
કારતક પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુની મળશે કૃપા 
 
કારતક મહિનામાં ભગવાન કાર્તિકેય દ્વારા કરવામાં આવેલ સાધનાનો મહિનો માનવામાં આવે છે. આ કારણે તેનુ નામ કાર્તિક મહિનો પડ્યો. નારદ પુરાણ મુજબ કારતક પૂર્ણિમા પર સંપૂર્ણ સદ્દગુણોની પ્રાપ્તિ અને શત્રુઓ પર વિજય મેળવવા માટે કાર્તિકેત્યજીના દર્શન કરવાનુ વિધાન છે. પૂર્ણિમાના રોજ સ્નાન અર્ધ્ય, તર્પણ જપ તપ પૂજન કીર્તન અને દાન પુણ્ય કરવાથી સ્વંય ભગવાન વિષ્ણુ પ્રાણીઓને બ્રહ્મઘાત અને અન્ય કૃત્યાકૃત્ય પાપોથી મુક્ત કરીને જીવને શુદ્ધ કરી દે છે. 
 
પૂર્ણિમાના દિવસે સ્ના પછી શ્રી સત્યનારાયણની કથાનુ શ્રવણ ગીતા પાઠ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ અને ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરવાથી પ્રાણી પાપમુક્ત કર્જમુક્ત થઈને વિષ્ણુની કૃપા મેળવે છે.  ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે આકાશ નીચે સાંજે ઘરોમાં મદિરમાં પીપળના વૃક્ષ અને તુલસીના છોડ પાસે દીપ પ્રજવલ્લિત કરવો જોઈએ. ગંગા વગેરે પવિત્ર નદીઓમાં દીપ દાન કરવુ જોઈએ. 
 
ગુરૂનાનક જયંતી 
 
કારતક પૂર્ણિમાના દિવસે સિખ ધર્મના અનુયાયી પ્રકાશોત્સવના રૂપમાં ઉજવે છે. આ દિવસે સિખ ધર્મના સંસ્થાપક પહેલા ગુરૂ નાનક દેવજીનો જન્મ થયો હતો. આ  દિવસે સિખ પંથના અનુયાયી સવારે સ્નાન કરી ગુરૂદ્વારે જઈને ગુરૂવાણી સાંભળે છે અને નાનકજીના બતાવેલ રસ્તા પર ચાલવાનુ પ્રણ લે છે.  તેથી આ પૂર્ણિમાને ગુરૂ પર્વ પણ કહે છે.