રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:26 IST)

Jaya Ekadashi 2024: જયા એકાદશી, જાણો તેની તિથિ, મુહુર્ત અને મહત્વ

jaya ekadashi
જયા એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ ભક્ત આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તેને ભૂત-પ્રેત અને પિશાચ જેવી દુનિયામાં જવાથી રાહત મળે છે.
 
આ વર્ષે જયા એકાદશીનું વ્રત 21 ફેબ્રુઆરીએ છે. એકાદશી તિથિ 19 ફેબ્રુઆરીના રોજ સવારે 8:49 વાગ્યે શરૂ થશે અને 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9:55 વાગ્યે સમાપ્ત થશે. જાણો જયા એકાદશીનું મહત્વ.
 
જયા એકાદશી 2024 તારીખ અને સમય
 
જયા એકાદશી- 20 ફેબ્રુઆરી 2024
જયા એકાદશી પારણ સમય - સવારે 06:55 થી 09:11 સુધી
પારણ તિથિ પર દ્વાદશી સમાપ્તિનો સમય - સવારે 11:27
એકાદશીની તારીખ શરૂ થાય છે - 19 ફેબ્રુઆરી 2024 સવારે 08:49 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 20મી ફેબ્રુઆરી 2024 સવારે 09:55 વાગ્યે
 
જયા એકાદશીનું મહત્વ - વિજયા એકાદશીનુ જેવુ નામ છે ઠીક એ જ રીતે આ વ્રતનએ કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે. પ્રાચીન સમયમાં પણ રજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા. વિજય એકાદશીનુ મહત્વ પદ્મ પુરાણ અને સ્કન્દ પુરાણમાં જોવા મળે છે  એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. 
 
જયા એકાદશીનુ મહાત્મયને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે.  આ ઉપરાંત વિજયા એકાદશીનુ વ્રત રાખવાથી મનુષ્યનુ આત્મબળ પણ વધે છે.  વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલુ જ નહી જયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે.