રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આજે અગિયારસ અને મંગળવારનો શુભ યોગ, કષ્ટોથી બચવા સુખ પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

આજે 17 મે મંગળવારના રોજ વૈશાખ માસના શુક્લ પક્ષની અગિયારસ તિથિ છે. આ મોહિની એકાદશીના નામથી ઓળખાય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ વિધાન છે. કારણ કે આજે મંગળવાર પણ છે જે શ્રી રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. સૂરજ આથમ્યા પછી કેટલાક ઉપાય કરવાથી કષ્ટોના ભાગીદાર બનવાથી બચી શકો છો અને જીવનની દરેક ખુશી પ્રાપ્ત કરી શકો છો. 
- સાંજે પાંચ વાગ્યા પછી એક નારિયળને હનુમાન મૂર્તિ સામે તમારા માથા પરથી સાત વાર ઉતારીને વધેરી નાખો. તેનાથી માનસિક શાંતિ અને પરેશાનીઓથી રાહત મળશે. 
 
- સૂરજ આથમ્યા પછી ઈચ્છા પૂર્તિ માટે સિંદૂર લગાવેલ નારિયળ પર લાલ દોરો લપેટીને હનુમાનજીના ચરણોમાં ચઢાવતા હનુમાન ચાલીસાની એક ચોપાઈનો જાપ કરો. 
 
- હનુમાનજીને લાલ, પીલા ફૂલ જેવા ગુલાબ, કમળ, ગેંદાના ફૂલ, સૂર્યમુખી અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. 
 
- બળ બુદ્ધિ અને વિદ્યા માટે નારિયળ અથવા ગોળના બનેલ લાડવાનો ભોગ લગાવો. 
 
- ઘરમાં શાંતિ સ્થાપિત કરવા અને ક્લેશને દૂર કરવા માટે લાલ ચંદનમાં કેસર નાખીને  હનુમાનજીની મૂર્તિ પર લગાવો. 
- જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલની પાંચ બત્તીઓવાળો દીવો પ્રગટાવીને આ મંત્રનુ ઉચ્ચારણ કરો. 
 
સાજ્યં ચ વર્તિસં યુક્ત વહિનનાં યોજિતં મયા 
દીપં ગૃહાણ દેવેશ પ્રસીદ પરમેશ્વર.
 
- અવરોધોને દૂર કરવા અને કાર્ય પૂર્ણ કરવા માટે હનુમાનજીને આંકડાના પુષ્પ અર્પિત કરો. 
 
- રાતના સમયે ફળોનો ભોગ લગાવો. એવુ કહેવાય છે કે જામફળ, કેરી, દાડમ વગેરે ફળ હનુમાનજીને ખૂબ પ્રિય છે.  મીઠા ફળોનો ભોગ લગાવીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. 
 
- હનુમાનજીની મૂર્તિ સામે 108 વાર ૐ રામાય નમ:, શ્રી રામ યા સીતારામનો જાપ કરવાથી હનુમાનજી ખુશ થાય છે. 
 
- શનિ કે કુંડળીના દોષ નિવારણ માટે દક્ષિણામુખી કે પંચમુખી હનુમાનને નારિયળ અર્પિત કરો અને તેમના ચરણોનુ સિંદૂર તમારા માથા પર લગાવો. 
 
- હનુમાનજીને તલના તેલમાં સિંદૂર ભેળવીને ચોલા ચઢાવો અને આ મંત્રનો જાપ કરો. 
 
સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યસુખવર્ધનમ 
શુભદં ચૈવ માડગલ્યં સિન્દૂરં પ્રતિગૃહયતામ