રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 7 મે 2024 (14:23 IST)

મૃત વ્યક્તિના કપડાં અને ઘરેણાં પહેરવા જોઈએ કે નહીં? જાણો શાસ્ત્રોમાં તેના વિશે શું લખ્યું છે

clothes and jewelry of a deceased person
clothes and jewelry of a deceased person

 
મૃત્યુ એ સનાતન સત્ય છે. જે જન્મ લે છે તે જીવનની સફર પૂરી કરીને શરીર છોડી દે છે. મૃત્યુ પછી, ફક્ત તે વ્યક્તિની યાદો અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ જ આપણી સાથે રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમારે મૃત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. આવો જાણીએ શાસ્ત્રોમાં આ વિશે શું લખ્યું છે.
 
મૃત વ્યક્તિના ઘરેણા પહેરવા જોઈએ કે નહીં?
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના ઘરેણા ન પહેરવા જોઈએ. આ આભૂષણો તમે યાદ તરીકે તમારી પાસે રાખી શકો છો પરંતુ તેને પહેરવાથી મૃત વ્યક્તિની આત્મા તમારી તરફ આકર્ષિત થઈ શકે છે અને તેમને માયાના બંધનને તોડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, પરતું જો કોઈએ પોતાના મૃત્યુ પહેલા પોતાના ઘરેણાં તમને ભેટમાં આપ્યા હોય, તો તમે તેને પહેરી શકો છો. આ સાથે મૃત વ્યક્તિની જ્વેલરીને નવા બનાવીને  પણ પહેરી શકાય છે એટલે કે તેને ઓગાળીને અને પછી તેને નવી ડિઝાઇન બનાવીને પહેરી શકાય છે. 
 
મૃત વ્યક્તિના કપડાં પહેરવા યોગ્ય છે કે  નહિ ?
ગરુડ પુરાણ અનુસાર, તમારે ભૂલથી પણ મૃત વ્યક્તિના વસ્ત્રો ન પહેરવા જોઈએ. કપડાં પણ આત્માને આકર્ષે છે, ખાસ કરીને જો પરિવારના સભ્યો મૃત વ્યક્તિના કપડાં પહેરે તો તેની ખરાબ અસર થઈ શકે છે. આ કારણે મૃત વ્યક્તિની આત્મા આસક્તિના બંધનને સરળતાથી તોડી શકતી નથી અને ભટકતી રહે છે. મૃતકના વસ્ત્રો પહેરવાથી તમને પિતૃ દોષની અસર પણ થઈ શકે છે. તેથી, મૃતકની નિકટના લોકોએ આ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જો કે, તમે આ કપડાં અજાણ્યા લોકોને ગિફ્ટ કરી શકો છો અથવા દાન કરી શકો છો.
 
મૃતકને લગતી અન્ય વસ્તુઓનું શું કરવું
તમારે મૃતક સાથે સંબંધિત અન્ય વસ્તુઓ ક્યાંક સ્મૃતિચિહ્ન તરીકે સાચવવી જોઈએ અથવા કોઈને દાન કરવી જોઈએ. ભૂલથી પણ ક્યારેય મૃતકની ઘડિયાળ ન પહેરવી જોઈએ, આમ કરવાથી પિતૃ દોષ પણ લાગી શકે છે. કાંસકો, શેવિંગ એસેસરીઝ, સાજ સજ્જાની વસ્તુઓ અથવા મૃતક દ્વારા ઉપયોગમાં લેવાતી રોજિંદા વસ્તુઓ પણ દાન કરવી અથવા નષ્ટ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિ જે પલંગ પર સૂતો હતો તેનું દાન પણ કરવું જોઈએ. આ સાથે શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત વ્યક્તિની કુંડળી ઘરમાં ન રાખવી જોઈએ, તેને મંદિરમાં રાખવી જોઈએ અથવા કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવી જોઈએ. આમ કરવાથી મૃતકની આત્માને મુક્ત કરવામાં મદદ મળે છે.