શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (17:20 IST)

જગન્નાથ રથયાત્રા- ઠાકુરજી અને કર્માબાઈની ખિચડી, લોકપ્રિય કથા અહીં વાંચો

શ્રી જગન્નાથ મંદિરમાં સવારે ભગવાન જગન્નાથને ખિચડીનો બાળભોગ લગાવાય છે. પ્રાચીન કાળમાં એક ભક્ત કર્માબાઈને સવારે વગર સ્નાન કરી ઠાકુરજી માટે ખિચડી બનાવતી હતી. કર્માબાઈ જગન્નાથાની પૂજાપુત્ર રૂપમાં કરતી હતી.  એક દિવસ તેની ઈચ્છા ભગવાનને તેમના હાથથી બનાવીને કઈક ખવડાવાની થઈ. તેમની ભક્ત માતાની ઈચ્છા જાણી ભગવાન તેમની સામે પ્રકટ થયા અને બોલ્યા, 'માતા બહુ ભૂખ લાગી છે'  કર્માબાઈએ ખિચડી બનાવી હતી. ભગવાનએ ખૂબ રૂચિથી ખિચડી ખાઈ અને કહ્યુ 'માતા મારા માટે દરરોજ ખિચડી બનાવ્યા કરો. એક દિવસ એક સંત કર્માબાઈની પાસે આવ્યા. તેણે સવારે-સવારે કર્માબાઈને વગર સ્નાન કરી ખિચડી બનાવતા જોઈ તો કહ્યુ કે પૂજા-પાઠના નિયમ હોય છે. આવતા દિવસે કર્માબાઈએ આવુ જ કર્યુ. તેમાં મોડું થઈ ગયું. ત્યારે ભગવાન ખિચડી ખાવા પહોંચી ગયા. બોલ્યા, "જલ્દી કરો મા ત્યાં મારા મંદિરના દ્વાર ખુલી જશે. જ્યારે કર્માબાઈને ખિચડી બનાવીને પીરસાઈ, તો તે જલ્દી-જલ્દી ખાઈને મંદિર માટે દોડ્યા. ત્યારે ભગવાનના મોઢા પર ઝૂઠણ લાગી રહી ગઈ. 
મંદિરના પુજારીએ જોયુ, તો પૂછ્યું, " આ શુ છે ભગવન! ભગવાનએ કર્માબાઈને ત્યાં દરરોજ સવારે ખિચદી ખાવાની વાત જણાવી. ક્રમ ચાલતો રહ્યું. એક દિવસ કર્માબાઈની મૃત્યુ થઈ ગઈ. મંદિરના પુજારીએ જોયુ કે ભગવાનની આંખમાં આંસૂ વહી રહ્યા છે. પુજારીએ કારણ પૂછ્યુ તો ભગવાનએ જણાવ્યુ, મારી મા પરલોક ચાલી ગઈ, હવે મને આટલા પ્રેમથી ખિચડી કોણ ખવડાવશે. પુજારીએ કહ્યુ, 'પ્રભુ! આ કામ અમે કરીશ. માનવુ છે કે ત્યારેથી ભગવાનને સવારે  ખિચડીનો ભોગ લગાવવાની પરંપરા ચાલી રહી છે. 
 
કેવી રીતે પહોંચીએ પુરી- પુરીથી નજીકી એઅરપોર્ટ ભુવનેશ્વર છે જે આશરે 60 કિલોમીટર દૂરી પર છે. ભુવનેશ્વરથી ટેક્સી, બસથી સરળતાથી પુરી પહોંચી શકાય છે.