રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (18:20 IST)

ભગવાન જગન્નાથ રથયાત્રા - અમદાવાદમાં એક લાખ સાડીઓ પાથરીને થશે ભગવાન જગન્નાથ રથયાત્રાનુ સ્વાગત

ભગવાન જગન્નાથની રથયાત્રા 4 જુલાઈથી શરૂ થશે.  આ વર્ષે પણ ઓડિશાના જગન્નાથ પુરી અને અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં લોકો આ આયોજનનો ભાગ બનશે.  પુરીમાં જ્યા રથયાત્રાનું સ્વાગત પરંપરાગત રીતે ફુલોથી કરવામાં આવશે તો બીજી બાજુ અમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાંથી નીકળીને જનારી રથયાત્રાનો નજારો જુદો હશે. 
 
અહી આ વખતે 17 કિમી લાંબી રથયાત્રા કાઢવામાં આવશે. સાથે જ પહેલીવાર રથયાત્રાના રસ્તામાં એક લાખ સાડીઓ પાથરવામાં આવશે. આ સાડીઓ મંદિરમાં આવનારા નવદંપતીઓને પ્રસાદના રૂપમાં ભેટ કરવામાં આવશે.  
 
50 હજાર સાડીઓ પાથરીને રિહર્સલ 
 
ગુજરાતમાં સિદ્ધિ વિનાયક મંદિરમાંથી નીકળનારી રથયાત્રા દરમિયાન ભગવાનના સ્વાગત માટે રવિવારે યાત્રા માર્ગ પર 50 હજાર સાડીઓએન પાથરીને રિહર્સલ કરવામાં આવ્યુ.  ભગવાન જગન્નાથનો રથ આ માર્ગ પરથી પસાર થશે.  ત્યારે રથની આગળ આગળ સાડીઓ પાથરવામાં આવશે.  આસપાસના ગામના લોકોએ પણ સાડીઓ દાન કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગણપતિના આ મ6દિરમાં દેવી અર્બદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતે ત્યારે મંદિર પ્રશાસનને 10 હજાર સાડીઓ દાનમાં મળી હતી.  મંદિરના ન્યાસી નરેન્દ્ર પુરોહિતે જણાવ્યુ કે રથયાત્રા સાથે માતાજીની સવારી પણ કાઢવામાં આવશે. તેથી રથયાત્રાના માર્ગ પર સાડીઓ પાથરવામાં આવશે.  આ ઉપરાંત ગુજરાતના ડ્ડાંગ જીલ્લામાંઘી 150 આદિવાસી નર્તકોનુ એક દ્ળ પોતાની નૃત્ય કલા રજુ કરશે. 
 
50 વર્ષ પહેલા પુષ્પહારથી થતુ હતુ સ્વાગત હવે આવે છે લાખોનો ચઢાવો -  અમદાવાદમાં 2020થી ભગવાન જગન્નાથ , સુભદ્રા અને બલરામને ત્રણ વાર મામેરુ (મામા પક્ષની ભેટ) આપવામાં આવશે.  હાલ બે વાર જ આપવામાં આવે છે. આવતા વર્ષથી સાધુ સંત પણ ભગવાનને મામેરુ અર્પિત કરશે.  50 વર્ષ પહેલા રણછોડ મંદિરમાંથી મામેરુ આપવાની શરૂઆત થઈ હતી. ત્યારે રથયાત્રાનુ સ્વાગત ફક્ત પુષ્પહારથી થતુ હતુ.  હવે લાખો રૂપિયાનુ મામેરુ ચઢાવવામાં આવે છે.