1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (17:32 IST)

ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર અમદાવાદમાં અમિત શાહ, ઈન્કમટેક્ષ બ્રિજનું લોકાર્પણ કર્યું

અમદાવાદ એરપોર્ટ
ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવ્યા છે. અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણી સહિતના ભાજપના નેતાઓએ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહ અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલે અમિત શાહનું સ્વાગત કર્યું હતું. જે બાદ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. અને સાંજે વાગ્યે તેઓ ઈન્કમટેક્ષ બ્રિજના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. અહીં પણ ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઈન્કમટેક્ષ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બલૂન ઉડાવ્યા હતા. અમિત શાહ ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિ. દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિ. લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં જ ગાંધીનગર લોકસભા વિસ્તારની ૫ જેટલી તલાટી કચેરીઓનું પણ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.