શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

rath yatra
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્ચ માટે નિકળે તે પહેલા ભગવાન 15 દિવસ મોસાળમાં રહેવા જાય છે.  15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
 
ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવે છે.  ત્યાર પછી મંગળા આરતી થશે. મામાને ઘેરથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે.