સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (17:35 IST)

અપરા એકાદશી વ્રતકથા - ધન આપનારી એકાદશી

અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે આ વર્ષે 30 મે ના રોજ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ જયેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનુ મહત્વ એટલુ છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે. બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે. 
 

જયેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસ્થી મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના પાપોનો નાશ પણ થઈ જાય છે. તેથી આ અગિયારસ અપરાના નામથી પ્રસિદ્ધ છે. આ વખતે અગિયારસનું વ્રત 30 મે રોજ છે.  ભગવાનને અગિયારસની તિથિ પરમ પ્રિય છે. તેથી અગિયારસ વ્રતનુ પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે. 
 
શુ કહે છે વિદ્વાન - વિદ્વાન મુજબ અગિયારસ ભક્તની જનની છે. અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે એવી જ રીતે અગિયારસના વ્રતનુ પાલન કરવાથી મનુષ્યને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પુર્ણ થાય છે.  વ્રત ત્યા સુધી પૂર્ણ નથી થતુ જ્યા સુધી તેના પારણા યોગ્ય સમય પર ન કરવામાં આવે.  આ વ્રતના પારણા 2 જૂનના રોજ સવારે 9.22 વાગ્યા પહેલા કરી લેવા જોઈએ. 
 
અપરા એકાદશીની વ્રત કથા 
 
શ્રી યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! વૈશાખ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું  નામ શું છે ?તે કૃપા કરી ને કહો .”
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન !વૈશાખ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ ‘અપરા’ છે. કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપ ને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે ,તેની આ લોક  માં પ્રસિદ્ધિ થાય છે.”
 
અપરા એકાદશી ના વ્રત ના પ્રભાવ થી બ્રહ્મહત્યા, ભુત યોની, બીજાની નિંદા આદિ ના પાપ નષ્ટ થાય છે. આ વ્રત થી પર સ્ત્રી ની સાથે ભોગ કરનાર ના પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ , ખોટું વેદ નું વાંચન ,ખોટું શાસ્ત્ર બનાવવું ,ખોટા જ્યોતિષ ,ખોટા વૈધ આદિ બધા ના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે .જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્ર થી ભાગી જાય તો તેઓ  નરક માં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે શિષ્ય ગુરુ પાસે થી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરક માં જાય છે, પણ જો તે અપરા એકાદશી નું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે .જે ફળ ત્રણ પુશ્કારો માં સ્નાન કરવાથી અથવા કારતક માસ માં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડ દાન કરવાથી મળે છે ,તે ફળ અપરા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .સિંહ રાશી વાલા  ને બૃહસ્પતિ ના દિવસે ગોમતી માં સ્નાન કરવાથી, કુંભ માં શ્રી કેદારનાથજી ના દર્શન કરવાથી તથા બદ્રીકાશ્રમ માં સન્સન કરવાથી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશી ના વ્રત ની બરાબર છે. હાથી ઘોડા ના દાન થી તથા યજ્ઞ માં સ્વર્ણ દાન થી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશી ના વ્રતના ફળની બરાબર છે. હાલ માં જ વિયાએલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણ દાન નું ફલ પણ આ  વ્રત ના ફળના બરોબર હોય છે.
 
અપરા એકાદશી નું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતો માં શ્રેષ્ઠ છે. અપરા એકાદશી નો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદ ની પ્રાપ્તિ થાય છે.