રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (07:09 IST)

Bhadrapada Amavasya 2023 - કુશગ્રહણી અમાવસ્યા પર બની રહ્યો છે શુભ સંયોગ, આ ઉપાયોથી મળશે કાલસર્પ દોષમાંથી રાહત

bhadarvi amas
bhadarvi amas

Bhadrapada Amavasya 2023 - સનાતન ધર્મમાં અમાવસ્યા અને પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ વર્ષના દરેક મહિનામાં આવે છે. પરંતુ, ભાદ્રપદ મહિનાની અમાવસ્યા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ભાદ્રપદ મહિનાની અમાવસ્યા તિથિ 14 સપ્ટેમ્બરની સવારથી શરૂ થઈ રહી છે, જે 15 સપ્ટેમ્બરની સવાર સુધી ચાલશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાદ્રપદ મહિનાની અમાવાસ્યાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. કાલસર્પ દોષથી પીડિત લોકો માટે આ દિવસ ખાસ છે. જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તમારે ભાદ્રપદ મહિનાની અમાવસ્યા તિથિએ ઉપાય કરવા જોઈએ. તેનાથી તમને રાહત મળશે. ઉપરાંત આ દિવસે સ્નાન, દાન અને પિતૃઓને પ્રસન્ન કરવાની પણ પરંપરા છે.
 
જાણો કયા દેવતાની કરવી પૂજા ?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ જાતકની કુંડડીમાં કાલસર્પ દોષ હોય છે તો તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુના મઘ્ય બધા ગ્રહ આવી જાય છે તો કાલસર્પ દોષ લાગે છે. કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ભાદરવા મહિનાની અમાસના રોજ ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને નાગ દેવતાની વિધિ વિધાન પૂર્વક પૂજા આરાધના કરવી જોઈએ. 
 
ભાદરવો અમાસ છે ખૂબ જ ખાસ 
ભાદરવા અમાસની તિથિના રોજ શિવજીની વિધિપૂર્વક પૂજા આરાધના કરવી જોઈએ. શિવલિંગ પર જળ કે ગંગાજળ ચઢાવવા સાથે મહામૃત્યુંજયના મંત્રનો પાઠ કરવો જોઈએ. ભાદરવા મહિનાની અમાસ તિથિના રોજ શિવલિંગ પર ગાયના દૂધ અને ગંગાજળ અર્પિત કરવુ જોઈએ. ભોલેનાથ સાથે કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ. 
 
આ રીતે મળશે કાલ સર્પ દોષથી મુક્તિ 
 કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ભાદરવાની અમાસ તિથિના દિવસે વ્રત કરવાનુ પણ વિધાન છે. આ દિવસે વ્રત કરવાથી વિશેષ લાભ મળશે. સાથે જ નાગ દેવતાની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભાદરવા અમાસ તિથિના દિવસે ભગવાન શંકરને ખીર, મીઠાઈ અથવા ફળનો ભોગ લગાવવો જોઈએ. પછી તેને પ્રસાદના રૂપમાં વહેચવી જોઈએ. આવુ કરવાથી પણ કાલસર્પ દોષથી મુક્તિ મળે છે.