સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 5 જુલાઈ 2022 (08:26 IST)

Chaturmas 2022: જાણો ક્યારથી શરૂ થશે ચાતુર્માસ, આ દિવસે કેમ શુભ કાર્યો કરવામાં આવતા નથી

vishnu shiv chaturmas
Chaturmas 2022: અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસ તિથિને દેવશયની  એકાદશી કહે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. આવામાં ચતુર્માસ(Chaturmas)શરૂ થઈ જાય છે.  આ દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે શુભ કાર્યો રોકી દેવામાં આવે છે કારણ કે આ સમય એ કાર્યોને કરવાથી અશુભ ફળ મળે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધવા માંડે છે. આ વર્ષે દેવશયની એકાદશી 10 જુલાઈના રોજ આવશે અને તેનુ સમાપન 4 નવેમ્બરે થશે. 
 
દેવઉઠની એકાદશી પર ભગવાન વિષ્ણુ ફરી જાગે છે અને ફરીથી તમામ શુભ કાર્યક્રમો શરૂ થઈ શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ચાતુર્માસમાં કયું કામ છે જે ન કરવુ જોઈએ. 
 
- આ 4 મહિનામાં લગ્ન, નામકરણ, ગૃહપ્રવેશ, મુંડન, જનોઈ વગેરે જેવા તમામ શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.
લોકોએ આ મહિનામાં કોઈની સાથે ખોટું ન બોલવું જોઈએ.
આ વ્રત દરમિયાન દૂધ, તેલ, રીંગણ, પાંદડાવાળા શાકભાજી, ખારા કે મસાલેદાર ખોરાક, સોપારી, માંસ અને દારૂ વગેરેનો ત્યાગ કરવામાં આવે છે.
- પલંગની જગ્યાએ જમીન પર સૂવું જોઈએ, આ કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે.
- દરરોજ તુલસીની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે.

ચાતુર્માસ તમામ પ્રકારના શુભ કાર્યો માટે વર્જિત છે, પરંતુ ધાર્મિક કાર્યો પૂજા, ઉપવાસ વગેરે માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મનુષ્ય કોઈપણ પ્રકારનો ઉપવાસ શરૂ કરી શકે છે અને આ સમયે ઉપવાસ શરૂ કરનારને બમણું પરિણામ મળે છે.