1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 29 જૂન 2023 (16:18 IST)

Chaturmas Katha - ચાતુર્માસ કથા

chaurr mass katha
હિંદુ પંચાગ મુજબ, ચાતુર્માસ અષાઢ મહિનામાં શુક્લ પક્ષ એકાદશી (દેવશયની એકાદશી) થી શરૂ થાય છે અને કારતક શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવુઉથની એકાદશી પર સમાપ્ત થાય છે. હિંદુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે. ચાતુર્માસ ચાર મહિના (શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કારતક) નો ઉલ્લેખ કરે છે. ચાર મહિનાના આ સમયગાળા દરમિયાન, ભગવાન વિષ્ણુ, વિશ્વના રક્ષક, ચાર મહિના માટે નિદ્રાસનમાં જતા રહે છે. આ સાથે ચાતુર્માસમાં તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જાય છે. આવું કેમ થાય છે આ પાછળનું કારણ શું છે? આજે આપણે આ વિશે પૌરાણિક કથાઓ દ્વારા જાણીશું. કથા આ પ્રકારે છે  
 
ચાતુર્માસ સંબંધિત પૌરાણિક કથા
શાસ્ત્રો અનુસાર, રાજા બલિએ ત્રણેય લોક પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઈન્દ્રદેવ અને અન્ય તમામ દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી ત્યારે શ્રી હરિ વામન અવતાર લઈને રાજા બલી પાસે દાન માંગવા પહોંચ્યા. ભગવાન વામને દાનમાં ત્રણ પગ જમીન માંગી. બે પગમાં ભગવાને પૃથ્વી અને આકાશ માપી લીધા અને જ્યારે પૂછ્યુ કે ત્રીજો પગ ક્યા મુકુ ત્યારે બાલીએ કહ્યુ કે તેના માથા પર મુકી દો.   
 
આ રીતે ભગવાન વિષ્ણુએ ત્રણે લોકને બલીથી  મુક્ત કરીને શ્રી નારાયણે દેવરાજ ઈન્દ્રનો ભય દૂર કર્યો. પરંતુ રાજા બલિની દાનશીલતા  અને ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ બલિને વરદાન માંગવા કહ્યું. બલિએ ભગવાનને કહ્યું કે તમે મારી સાથે પાતાળ ચલો અને  હંમેશા ત્યાં જ રહો. ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત બાલીની ઈચ્છા પૂરી કરી અને પાતાળ ચાલ્યા ગયા. આનાથી બધા દેવતાઓ અને દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગયા.  
 
દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરવા માટે એક યુક્તિ વિચારી અને એક ગરીબ સ્ત્રી બનીને રાજા બલી પાસે પહોંચી. રાજા બલિને પોતાનો ભાઈ માનતા, તેણે રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળલોકમાંથી મુક્ત કરવાનુ વચન  માંગી લીધુ.  ભગવાન વિષ્ણુ પોતાના  ભક્તને નિરાશ કરવા માંગતા ન હતા, તેથી તેમણે બાલીને વરદાન આપ્યું કે તે અષાઢ શુક્લ એકાદશીથી કારતક શુક્લ એકાદશી સુધી  તેઓ પાતાળ લોકમાં  નિવાસ કરશે, તેથી ભગવાન વિષ્ણુ આ ચાર મહિનામાં યોગ નિદ્રામાં રહે છે.  
 
આ રીતે પૂજા મંત્રથી ભગવાનને સૂવડાવો  
 
દેવશયની એકાદશી પર, શ્રી હરિનો શયનકાળ શરૂ થવાના કારણે, તેમની વિશેષ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. પદ્મ પુરાણ અનુસાર દેવશયની એકાદશીના દિવસે કમલ લોચન ભગવાન વિષ્ણુની કમળના પુષ્પોથી પૂજા કરવાથી ત્રણ લોકના દેવતાઓની પૂજા થઈ જાય છે. આ દિવસે વ્રત કર્યા પછી ભગવાન વિષ્ણુની  મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા વસ્ત્રો અને પીળા દુપટ્ટાથી શણગારવા જોઈએ અને શ્રી હરિની આરતી કરવી જોઈએ. ભગવાનને સોપારી અર્પણ કર્યા પછી, આ મંત્રથી તેમની સ્તુતિ કરો. 
 
 'सुप्ते त्वयि जगन्नाथ जगत सुप्तं भवेदिदम।
         विबुद्धे त्वयि बुध्येत जगत सर्वं चराचरम।'
 
 
'હે જગન્નાથજી! જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે આખું વિશ્વ સુપ્ત થઈ જાય છે, અને જ્યારે તમે જાગો છો, ત્યારે આખું વિશ્વ અને ગોચર પણ જાગી જાય છે. આ પ્રાર્થના કર્યા પછી ભગવાનને સફેદ કપડાવાળા પલંગ પર સુવડાવવા જોઈએ