ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (12:40 IST)

ગુરૂવારે ગુરૂ પ્રદોષ પર ખુલશે કુબેરનો ખજાનો.. ભરી લો તમારો ભંડાર

શાસ્ત્રોમાં પ્રદોષનુ સૌથી વધુ મહત્વ બતાવ્યુ છે. પ્રદોષ દિવસ અને રાતનુ મિલન કહેવાય છે. આ કાળને સંધિકાળ કહેવય છે. જ્યારે બ્રહ્માંડના બધા ભૂત-પ્રેત, દેવતા, કિન્નર, ગંધર્વ અને બધી દિવ્યતા પરમેશ્વરમાં લીન થઈ જાય છે. શિવને સમસ્ત સંસારનો સાર કહેવામાં આવે છે અને શિવ જ એકમાત્ર સંસારના હોવાનુ કારણ છે. જ્યારે ક્યારે પણ પ્રદોષ કોઈ નિશ્ચિત દિવસ પર પડે છે ત્યારે તેનુ પોતાનુ મહત્વ વધી જાય છે. 
 
તારીખ 20 ફેબ્રુઆરી 2020ના રોજ ગુરૂવારના દિવસે ત્રયોદશી તિથિ આવવી ગુરૂ પ્રદોષને જન્મ આપે છે. આ દિવસે રાહુના નક્ષત્ર સ્વાતિ અને ગુરૂવાર હોવાને કારણે ગુરૂ પ્રદોષનું મહત્વ વધી જાય છે.  આ ગુરૂ પ્રદોષમાં ગુરૂ ચળ્ડાલ યોગની શાંતિ અને અપાર ધનની પ્રાપ્તિ કરી શકાય છે.  જ્યોતિષ શાસ્ત્રની ગોચર પ્રણાલી મુજબ આકાશમાં વર્તમાન સમયમાં ગુરૂ ચળ્ડાલ યોગ બનેલો છે. કારણ કે ગુરૂ અને રાહુ બંને જ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે.  જેને કારણે બનેલ ચળ્ડાલ યોગ અત્યાધિક કષ્ટકારક સિદ્ધ થઈ રહ્યો છે.  આ દિવસે ભગવાન શંકરના તાડકેશ્વર અને બગલેશ્વરના સ્વરૂપના પૂજનથી સમસ્ત સમસ્યાઓનુ નિવારણ થઈ શકે છે અને વ્યક્તિ ધન કુબેર બની શકે છે. માન્યતા છે ગુરૂ પ્રદોષ પર ખુલશે કુબેરનો ખજાનો વિશેષ ઉપાય કરીને ભરી લો ભંડાર  
 
આ રીતે મેળવો ગુરૂ ચળ્ડાલ યોગથી મુક્તિ 
 
- શિવલિંગ પર શિવ સહસ્ત્ર નામાવલીનો જાપ કરતા હળદી મિક્સ કરેલ પાણીથી અભિષેક કરો 
- શિવલિંગ પર મંદાકિનીના ફૂલ ચઢાવો 
- શિવલિંગ પર જવ અને તલથી બનેલ સત્તૂનો ભોગ લગાવીને કાળી સફેદ ચિતકબરી ગાયને ખવડાવી દો. 
 
ધન કુબેર બનવા માટે કરો આ ઉપાય 
 
- હળદર અને કમલકાકડી શિવલિંગ પર ચઢાવીને તમારી તિજોરીમાં સ્થાપિત કરી લો. 
- નર્મદેશ્વર શિવલિંગ પર કેરીના ફૂલ ચઢાવો 
- ચાંદીના સિક્કાને હળદરથી રંગીને શિવલિંગ પર ચઢાવીને તિજોરીમાં સ્થાપિત કરો. 

- ગુરૂ પ્રદોષ વ્રત કરવાથી શત્રુઓ પર વિજય મળે છે.ગુરૂ પ્રદોષ વ્રતનાં પાલન માટે શાસ્ત્રોક્ત વિધાન આ પ્રકારે છે. કોઇ વિદ્વાન બ્રાહ્મણથી આ કાર્ય કરાવવું શ્રેષ્ઠ રહે છે. 
 
- પ્રદોષ વ્રતમાં વગર પાણીનું વ્રત રાખવાનું હોય છે.સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવીને બેલ પત્ર, ગંધ, અક્ષત, ફૂલ, ધુપ, દીવો, નૈવેધ, ફળ, પાન, સુપારી, લવિંગ, ઇલાયચી ભગવાનને ચઢાવો. 
 
-  ભગવાન શિવને ઘી અને ખાંડ મેળવીને જવનાં સત્તુનો ભોગ લગાડો. 
 
- આઠ દીવા આઠ દિશાઓમાં લગાડો.આઠ વાર દીવા રાખતાં વખતે પ્રણામ કરો. શિવ આરતી કરો. 
 
- રાત્રિમાં જાગરણ કરો. આ પ્રકારે દરેક મનોરથ પુર્તિ અને કષ્ટોથી મુક્તિ માટે પ્રદોષ વ્રતનાં ધાર્મિક નિયમ અને સંયમથી પાલન કરવું