ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 23 જાન્યુઆરી 2022 (00:50 IST)

જો લગ્ન ન થઈ રહ્યા હોય તો અપનાવી લો આ 5 ઉપાય, જલ્દી વાગશે લગ્નની શરણાઈ

કેટલીકવાર ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી લગ્નમાં વિલંબ થાય છે. ઘણીવાર  કામ બનતા બનતા રહી જાય છે. આવી સ્થિતિમાં, કેટલાક જ્યોતિષીય ઉપાયો ખૂબ મદદરૂપ થઈ શકે છે. જો તમારી સાથે પણ આવી કોઈ સમસ્યા છે તો અહીં જાણો તેના જ્યોતિષીય ઉપાય.
 
વાસ્તુ અનુસાર જે વ્યક્તિ પોતાના લગ્ન ઈચ્છે છે તેનો રૂમ હંમેશા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જો આ શક્ય ન હોય તો ઉત્તર દિશામાં રૂમ બનાવો. રૂમની દિવાલ પર રંગબેરંગી ફૂલો ચિતાવવા જોઈએ. ઉપરાંત, પલંગને દિવાલ સાથે ચોંટાડીને રાખશો નહીં.
 
ગુરુવારે ભગવાન વિષ્ણુનું વ્રત રાખો અને કેળાના ઝાડની પૂજા કરો. પીળી વસ્તુઓનું દાન કરો, ચણાના લોટમાં ગોળ, હળદર અને નાખીને ગાયને ખવડાવો. ગુરુ દેવના 108 નામનો જાપ કરો. આમ કરવાથી તમારા લગ્નની સંભાવના પ્રબળ બનશે.
 
લગ્ન સંબંધિત દરેક સમસ્યા માટે છ મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.
 
દરરોજ શિવલિંગની પૂજા કરો અને તેમને કાચું દૂધ, બેલના પાન, પાણી વગેરે અર્પિત કરો અને ભગવાન સમક્ષ તમારી મનોકામના જણાવો. ટૂંક સમયમાં તમામ અવરોધો દૂર થઈ જશે. છોકરીઓ 16 સોમવારે વ્રત કરી શકે છે અથવા દરરોજ પાર્વતી મંગલનો પાઠ કરી શકે છે.
 
કોઈપણ પૂર્ણિમા પર, વડના વૃક્ષની 108 પરિક્રમા કરો. જેના કારણે લગ્નમાં આવનારી  અડચણો જલ્દી દૂર થઈ જાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે. આ  ઉપરાંત ગુરૂવારે વડના ઝાડને પાણી ચઢાવો.