રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (01:17 IST)

પત્ની બોલી મને મારા બોયફ્રેંડ સાથે છે પ્રેમ, પછી પતિએ જે કર્યુ તે બધા જ જોતા રહી ગયા

આમ તો લગ્નના ઘણા કિસ્સાઓ અવાર નવાર ચર્ચામાં આવે છે, પરંતુ એક એવી ઘટના સામે આવી છે જે કોઈ ફિલ્મી સ્ટોરીથી  ઓછી નથી. આ સ્ટોરીમાં પતિ-પત્ની છે વો પણ છે, પરંતુ જો કે તેમાં સુખદ અંત આવે તો ત્રણેય લોકો ખુશ થઈ જાય. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ હતો. જ્યારે પતિને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થયો નહીં, પરંતુ તેણે એવો દાખલો બેસાડ્યો કે બધા તાળીઓ પાડવા લાગ્યા. તેણે બંનેના લગ્ન કરાવ્યા.
 
વાસ્તવમાં આ ઘટના બેંગ્લોરની છે. આજતકની ઓનલાઈન રિપોર્ટ અનુસાર, પતિ-પત્ની મૂળ બિહારના જમુઈના છે પરંતુ આ દિવસોમાં પતિની નોકરીના કારણે બંને બેંગ્લોરમાં છે. એક દિવસ જ્યારે પતિને ખબર પડી કે પત્નીનું કોઈ અન્ય સાથે અફેર છે તો તેણે પત્ની સાથે વાત કરી અને પૂછ્યું. પત્નીએ જવાબ આપ્યો કે હા તે તેનો બોયફ્રેન્ડ છે અને તે તેને પ્રેમ કરે છે.
 
રિપોર્ટ અનુસાર, બિહારના જમુઈના રહેવાસી વિકાસ અને તેની પત્ની બંને બેંગ્લોરમાં રહે છે. વિકાસને ખબર પડી કે શિવાનીનું લગ્ન પહેલા સચિન નામના છોકરા સાથે અફેયર હતું. સચિન પણ જુમાઈનો છે પરંતુ તે બેંગ્લોર આવતો જતો હતો. જ્યારે વિકાસને આખી વાતની ખબર પડી તો તેણે તેની પત્નીને પૂછ્યું, પત્નીએ પણ સારી સ્ટોરી જણાવી દીધી. 
 
આ પછી વિકાસે  નક્કી કર્યુ કે તે તેની પત્નીના તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવશે. અને પછી સચિનને ​​બેંગ્લોરમાં બોલાવીને લગ્નનો કાર્યક્રમ નક્કી કર્યો. લગ્નનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં સચિન તેની ગર્લફ્રેન્ડના સેંથામા સિંદૂર લગાવી રહ્યો છે જ્યારે વિકાસ ત્યાં હાજર છે. બંનેએ સાથે મળીને કાયદાકીય કાર્ય પણ પૂર્ણ કર્યું અને લગ્ન કરાવી લીધા.
 
આ ઘટના  સામે આવતા જ લોકો પતિના વખાણ કરવા લાગ્યા. જો કે કેટલાક લોકો એવું પણ કહે છે કે પતિએ પત્નીને પહેલા ઘણું સમજાવ્યું હતું, પરંતુ તે ન માની તો તેણે આ નિર્ણય લીધો. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે વિકાસે તેની પત્ની સાથે બીજા લગ્ન કર્યા હતા. તેની પ્રથમ પત્નીનું અવસાન થતાં તેણે બે વર્ષ પહેલા શિવાની સાથે લગ્ન કર્યા હતા.