મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (14:19 IST)

kaal sarp dosh Upay: નાગપંચમી 2022 કાલે જાણો કાલ સર્પ દોષની શાંતિની પૂજન વિધિ

kaal sarp yog
kaal sarp dosh- શ્રાવણ મહીના ત્રીજા મંગળવારે અદભુત સંયોગ બની રહ્યો છે. આ દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવાશે. આ વર્ષે નાગ પંચમી 2 ઓગસ્ટ મંગળવારે છે. નાગ પંચમીના દિવસે કાલસર્પ દોષની શાંતિ માટે પૂજન કરવો લાભકારી માનવામાં આવે છે. શ્રાવણ મહીનાના મંગળવારે નાગ પંચમીનો તહેવાર પડવાથી આ દિવસનો મહત્વ વધુ વધી રહ્યો છે.. 
 
સવારે સ્નાન પછી પૂજાના સ્થાન પર કુશનો આસન સ્થાપિત કરીને હાથમાં જળ લઈને તેમની ઉપર અને પૂજન સામગ્રી છાંટવી જોઈએ. પછી સંકલ્પ કરવુ હું કાળસર્પ દોષ શાંતિ માટે આ પૂજા કરી રહ્યો છું. તેથી મારા બધા કષ્ટના નિવારણ કરી મને કાળસર્પ દોષથી મુક્ત કરવો. પછી તમારી સામે પાટા પર એક કળશ સ્થાપિત કરી પૂજા શરૂ કરવી. કળશ પર એક વાસણમાં સર્પસર્પનીનો યંત્ર અને કાળ સર્પ યંત્ર સ્થાપિત કરવો. સાથે જ કળશ પર તાંબાના ત્રણ સિક્કા, ત્રણ કોડીઓ સર્પ સર્પનીના જોડાની સાથે રાખવુ. તેના પર કેસરનો ચાંદ લો. લગાવો, ચોખા ચઢાવવા, ફૂલ અર્પિત કરવો અને કાળા તલ, ચોખા અને અડદને રાંધીને ખાંડ મિક્સ કરી તેનો ભોગ લગાવવવો. પછી ઘીનો દીવો પ્રગટાવીને મંત્રોચ્ચાર કરવો જોઈએ.