ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 27 ઑક્ટોબર 2018 (07:09 IST)

કરવા ચોથ વ્રત કથા- અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ આપતુ કરવા ચોથ વ્રત (see Video)

અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ સુખ-સૌભાગ્યની કામના સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરવા ચોથે ચાંદના દર્શન કરે છે આસો વદ ચોથ (કાર્તિક વદ ચોથ)ના દિવસે સુખ-સૌભાગ્ય, પુત્રપૌત્રાદિ મેળવવા બહેનો દ્વારા કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. ચન્દ્રોદય વ્યાપિની ચોથ હોય ત્યારે જ આ વ્રત કરવામાં આવે છે. જયોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ શાસ્ત્રોકત મત આપતા જણાવ્યું કે ગુજરાત સહિત પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હીમાં આ વ્રત અખંડસૌભાગ્યની પ્રાપ્તિ, પતિની પ્રગતિ અને રક્ષા માટે, આત્મીય સ્નેહની પ્રાપ્તિ માટે ખાસ આ વ્રત કરવામાં આવે છે. શાસ્ત્રોકત મત પ્રમાણે સાવિત્રીએ આ વ્રત કરીને યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને મેળવીને પુનર્જીવિત કરી સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આ દિવસે સૌથી પહેલાં ભગવાન ગણપતિજી, શિવજી, મા પાવeતી, કાર્તિકેય અને ચન્દ્રમાની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદર્શન કરી બહેનો પ્રસાદ ગ્રહણ કરે છે, ચંદ્રમાને અઘ્ર્ય આપી પતિનાં દર્શન કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે

કરવા ચોથ વ્રત કથા

એક વાર અર્જુન તપસ્યા કરવા નીલગિરિ પર્વત પર ગયો પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી. તેથી ગભરાઈને દ્રોપદીએ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું ભગવાન શ્રીકૃષ્ણ તત્કાલ આવ્યા એટલે દ્રોપદીએ પોતાના દુખની ભગવાનને જાણ કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા 
એક વરા પાર્વતીએ પણ શિવજીને પ્રશ્ન કર્યો હતો ત્યારે સદાશિવ પાર્વતીને "કડવા ચૌથ" નું વેઅત કરવાનું જણાવતા કહ્યું હતું કે-
એક ધર્મ પરાયણ તથા ગુણવાન બ્રાહ્મણને ચાર પુત્રો તથા એક સુશીલ કન્યા હતી. લગ્ન પછી આ કન્યાને કડકા ચોથૌં વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતા એણે ચંદ્ર દર્શનકર્યા પહે૱આ જ ભોજન કરી લીધું. ઉપવાસ તૂટતા જ એના પતિનું મૃત્યુ થયું. 
 
એ વિલાપ કરવા લાગી એ વખતે ઈન્દ્રાણી પૃથ્વી પર ફરવા નિકળી હતી. એણે બ્રાહ્મણ કન્યાનો વિલાપ સાંભળ્યો . તેથી એની પાસે ગઈ અને આશ્વાસન આપ્યુ બધી વાત જાણી ઈન્દ્રાણી બોલ્ર્ર્ 
"તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કરી લીધું એનું જ આ ફળ છે. 
આ સાંભઈ બ્રાહ્મણી પશ્ચાતાપ કરવા લાગી
ઈન્દ્રાણી એને આ વ્રત કરવાની સલાહ આપી. એણે પૂરી શ્રદ્ધાથી આ વ્રત પૂર્ણ કર્યું તો એનો પતિ જીવિત થઈ ગયો. શ્રીકૃષ્ણએ દ્રોપદીને કહ્યું- એ જ રીતે તુઉ પણ આ વ્રત કર, બધું બરાબર થઈ જશે. 
ભગવાન  શ્રીકૃષ્ણની વાત માનીને દ્રોપદીને આ વ્રત શરૂ કર્યું. પરિણામે પાંડવો પર એક પછી એક સંકટ આવ્યા તો પણ તેઓ વિજળી બન્યા. 
આ રીતે દ્રોપદી દ્વારા કરાયેલું આ "કડવા ચોથ" નું વ્રત સોહાગણ સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે. 
આ દિવસે ગણપતિની આ વાર્તા પણ થાય છે. 
એક આંધળી ડોસી હતી. એને એક પુત્ર હતો. એક વહુ હરી ડોસી રોજ ગણપરિની પૂજ કરતી. તેથી એક દિવસ ગણપતિજી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કહેવા લાગ્યા. 
હે ડોસીમાં.. માંગો એ આપું. હું તમારા પર પ્રસન્ન થયો છું. 
ત્યારે ડોશીમાં બોલ્યા- શું માંગવું એની મને શું ખબર પડે વહુ -દીકરાને પૂછીને માંગીશ. 
ગણપતિજી માની ગયા.