ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (18:56 IST)

માતા લક્ષ્મીને કયુ ફૂલ નથી ચઢાવાય છે

Goddess Lakshmi favourite flowers
માતા લક્ષ્મીની પૂજા અમે બધા કરીએ છે . દરેક કોઈ તેમના જીવનમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ અને કૃપા મેળવવા માંગો છો. જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ હોય છે તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. માતા લક્ષ્મી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરે છે. દેવી લક્ષ્મીની પૂજા કરવી સરળ છે, પરંતુ કેટલીકવાર આપણે અજાણતામાં એવી ભૂલ કરી બેસીએ છીએ, જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. અમે બધા પૂજા માટે મેરીગોલ્ડ, ગુલાબ, હિબિસ્કસ, આક અને તુલસી સહિતના ઘણા ફૂલો તોડીએ છીએ. અજાણતાં જ આપણે દેવી લક્ષ્મીને તે ફૂલો પણ ચઢાવીએ છીએ જે તેમને પ્રિય નથી.
 
આંકડા
આક, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે, તેનો ઉપયોગ દેવી લક્ષ્મીની પૂજામાં કરવામાં આવતો નથી અને તેને અર્પણ કરવામાં આવતો નથી. જો તમે દેવી લક્ષ્મીને ક્રોધિત કરવા માંગતા નથી, તો તેમને આંકડાનું ફૂલ ન ચઢાવો.
 
કનેર 
કનેરના ફૂલ પણ માતા લક્ષ્મીને નથી ચઢાવવામાં આવે છે. કનેરના પાન અને ફળ એક પ્રકારથી ઝેરીલો ગણાય છે. તેથી આ માતા લક્ષ્મીની પૂજામાં ઉપયોગ થતો નથી. તમે ભગવાન શિવની પૂજા માટે કાનેરના ફૂલનો ઉપયોગ કરી શકો છો.
 
સફેદ ફૂલ 
માતા લક્ષ્મીજીની પૂજામાં સફેદ રંગના ફૂલ પણ નથી ચઢાવવામાં આવે છે. સફેદ ફૂલમાં અહીં ચાંદની, ચંપા, રાતરાણી અને મોંગરા સહિતના અનેક ફૂલો છે. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો તેમને લાલ ફૂલ ચઢાવો.
 
 
તુલસી 
ભગવાન વિષ્ણુની પૂજા જે તુલસી વગર અધૂરી ગણાય છે. તેમજ તુલસીને માતા લક્ષ્મીની પૂજામા વાપરવા ન જોઈઈ. ન તુલસીની મંજરી ના પાન બન્ને જ માતા લક્ષ્મીની પૂજામાં નથી ચઢાવવામાં આવે છે. 
 
આ ફૂલ છે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય 
 
કમળ 
કમળનુ ફૂલ માતા લક્ષ્મીને ખૂબજ પસંદ છે. જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવા ઈચ્છો છો તો તેમની પૂજામાં કમળના ફૂલનો ઉપયોગ અવશ્ય કરો.
 
ગુડહલ 
 
દેવી લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પસંદ છે, તેથી તમે દેવી લક્ષ્મીને અર્પણ કરવા માટે લાલ હિબિસ્કસનો ઉપયોગ કરી શકો છો.